Not Set/ રાજકોટ/ હડતાળ પર ઉતરેલા VCE ને જીલ્લા વિકાસ અધિકારીએ કર્યા છુટ્ટા

રાજકોટમાં VCE હડતાળનો મામલો વધુ ગરમાયો છે અને હડતાળ પર ઉતરેલા VCE ને સરકાર સામે નોર ભરાવવા ભારે પડી ગયા છે. હકીકતે પાછલા થોડા દિવસોથી સૌરાષ્ટ્રભરમાં અને ખાસ કરીને રાજકોટ જીલ્લામાં પોતાની વિવિધ માંગ અને નોકરીમા આપવામાં આવતા એસાઇન્મેન્ટને VCનાં કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા હતા. હડતાળ પર ઉતરેલા VCE ને સરપંચ દ્વારા કામ પર પરત ફરવા અને પોતાને સોંપવામાં આવેલી કામગીરી […]

Gujarat Rajkot
a1a650d78f27ebc0e6a12dbb1a5a29a9 રાજકોટ/ હડતાળ પર ઉતરેલા VCE ને જીલ્લા વિકાસ અધિકારીએ કર્યા છુટ્ટા

રાજકોટમાં VCE હડતાળનો મામલો વધુ ગરમાયો છે અને હડતાળ પર ઉતરેલા VCE ને સરકાર સામે નોર ભરાવવા ભારે પડી ગયા છે. હકીકતે પાછલા થોડા દિવસોથી સૌરાષ્ટ્રભરમાં અને ખાસ કરીને રાજકોટ જીલ્લામાં પોતાની વિવિધ માંગ અને નોકરીમા આપવામાં આવતા એસાઇન્મેન્ટને VCનાં કર્મચારીઓ હડતાળ પર ઉતરેલા હતા. હડતાળ પર ઉતરેલા VCE ને સરપંચ દ્વારા કામ પર પરત ફરવા અને પોતાને સોંપવામાં આવેલી કામગીરી ફરી સંભાળી લેવા નોટિસ આપવામાં આવી હતી. નોટીશમાં ટકોર કરી દેવામાં આવી હતી કે, કામગીરી શરૂ કરો નહી તો છૂટા કરી દેવાશે. આપને જણાવી દઇએ કે, VCEની હડતાળથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. એક તરફ મગફળીની ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ VCEની હડતાળને લઇને ખેડૂતો પરેશાન જોવામાં આવી રહ્યા છે.

મામલામાં સરપંચ દ્વારા કામ પર પરત ફરવા અને પોતાને સોંપવામાં આવેલી કામગીરી ફરી સંભાળી લેવા નોટિસ આપવામાં આવી હતી તે નોટીશ VCE જાણે ઘોળીને પીગયા અને પોતાની વાતમાં અડગતા દાખવતા હડતાળમાં જોડાયેલ VCEને છુટ્ટા કરવાનો આદેશ જીલ્લા વિકાસ અધિકારી આપી દેતા તમામ હડતાળીયા VCEને છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. જીલ્લા વિકાસ અધિકારી નવા VCEની નિમણૂંક કરવા તાલુકા વિકાસ અધિકરીને આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી રાજકોટ જીલ્લામાં VCE હડતાળ પર હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews