Not Set/ રાજ્યસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, મોરબીના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી નજીક આવી રહી છે એમ કોંગ્રેસ પાર્ટીને પણ ઝટકા લાગી રહ્યા છે. શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાનું રાજીનામું આપ્યું છે અને તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. ગુરુવારે પણ કરજણના બે ધારાસભ્યએ અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ […]

Gujarat Others

ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી નજીક આવી રહી છે એમ કોંગ્રેસ પાર્ટીને પણ ઝટકા લાગી રહ્યા છે. શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાનું રાજીનામું આપ્યું છે અને તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે.

ગુરુવારે પણ કરજણના બે ધારાસભ્યએ અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ગુરુવારે રાજીનામું આપી દીધું હતું.  આ સાથે જ કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ પોતાના રાજીનામાં આપ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવાર બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.