Not Set/ રાજ્યસભાનું એપી સેન્ટર રિસોર્ટ..!! જાણો, કોંગ્રેસના ક્યાં ધારાસભ્યો રાજકોટ પહોંચ્યા…

ગુજરાતનું રાજકીય  વાતાવરણ હાલ રાજ્યસભાની ચૂંટણીનાં કારણે ઉકળતા ચરુ જેવું ભાષી રહ્યું છે. કોંગ્રેસમાં કોરોના કાળની શરુઆત પૂર્વે જે રીતે રાજકિય ઉથલપાથલમાં રાજીનામાં પડી રહ્યા હતા, તેવી જ સ્થિતિ હાલ પણ જોવામાં આવી અને વધારે કોંગ્રેસી ધારાસભ્યો બરોબર માકે જ કોંગ્રેસનો સાથ છોડી ગયા છે. રાજ્યસભાની  ચૂંટણી સમયે જ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે, ત્યારે […]

Gujarat Rajkot

ગુજરાતનું રાજકીય  વાતાવરણ હાલ રાજ્યસભાની ચૂંટણીનાં કારણે ઉકળતા ચરુ જેવું ભાષી રહ્યું છે. કોંગ્રેસમાં કોરોના કાળની શરુઆત પૂર્વે જે રીતે રાજકિય ઉથલપાથલમાં રાજીનામાં પડી રહ્યા હતા, તેવી જ સ્થિતિ હાલ પણ જોવામાં આવી અને વધારે કોંગ્રેસી ધારાસભ્યો બરોબર માકે જ કોંગ્રેસનો સાથ છોડી ગયા છે. રાજ્યસભાની  ચૂંટણી સમયે જ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે, ત્યારે વધુ કોઈ ધારાસભ્ય રાજીનામુ ન આપે તે માટે કોંગ્રેસે રણનીતિ બદલી છે અને ધારાસભ્યોને ઝોન વાઇસ એકઠા કરવાનો માર્ગ આપનાવ્યો છે. બસ આવા કારણો સાથે જ સૌરાષ્ટ્રનાં ધારાસભ્યો રાજકોટ ખાતે નિલસીટી રિસોર્ટ પહોંચી ગયા છે.  રાજકોટ નિલસીટી રિસોર્ટ ખાતે પડધરી, વાંકાનેર, ધોરાજી, અમરેલી, તાલાળા, જામખંભાળીયા, કોડીનાર અને રાપરના ધારાસભ્ય પહોંચી ચૂક્યા છે. તો આ તમામ ધારાસભ્યોની સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાળીયા અને કોંગ્રેસનાં વિઘાનસભાનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત  છે.

ધારાસભ્યો જે પહોંચ્યા નિલસીટી રિસોર્ટ પર…..

  • લલિતભાઈ વસોયા
  • લલિતભાઈ કગથરા
  • મોહમદ પીરજાદા
  • પરેશભાઈ ધાનાણી
  • વિક્રમભાઈ માડમ
  • મોહનભાઈ વાળા
  • ભગાભાઇ બારડ
  • સંતોકબેન આરેઠીયાના પતિ બાબુભાઇ આરેઠીયા   

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….