Ahmeadabad Metro News: અમદાવાદના મોટેરા થી ગાંધીનગરના સેકટર-1 અને ગિફ્ટ સિટી વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા કવાયત શરૂ કરી છે. હાલ આ મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટનું અંતર છે. પરંતુ આગામી માર્ચના અંત અથવા એપ્રિલના શરૂઆતમાં આ રૂટ પર દર 30 થી 40 મિનિટે મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ રહેશે.
9 જાન્યુઆરી 2025ના ગુરુવારે, GMRC દ્વારા મેટ્રો ટ્રેનના રૂટ પર ઈન્સ્પેક્શન યોજાવાનું છે. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં રાખીને 9 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10.40 થી સાંજના 4 વાગ્યા સુધી આ રૂટ પર મેટ્રો સેવા બંધ રહેશે. ગાંધીનગરના સેકટર-1 અને ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો સેવા બંધ રહેશે. ઈન્સ્પેક્શન પૂર્ણ થતાં બાદ, GMRC થી ક્લીયરન્સનો પ્રમાણપત્ર આપવામાં આવશે. આગામી માર્ચના અંત અથવા એપ્રિલના શરૂઆતમાં આ રૂટ પર દર 30 થી 40 મિનિટે મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ રહેશે.
આ મેટ્રો ટ્રેન 14 સ્ટેશનો પર દોડે છે, જેમાં 7 મુખ્ય સ્ટેશનો – મોટેરા, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઈન્ફોસિટી, અને સેક્ટર-1 – શરુ થઈ ચૂક્યા છે. વધુમાં, કોટેશ્વર, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા અને કોબા ગામ સ્ટેશનો પર પણ કામગીરી શરૂ થઈ છે. GMRCની આ પ્રયાસો સાથે આગામી સમયમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની વધુ સુવિધાઓ અને સરળ પરિવહન પ્રદાન કરવામાં આવશે.
આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં
આ પણ વાંચો: ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો
આ પણ વાંચો: હવે કતારમાંથી મુક્તિ! મેટ્રો ટ્રેનની ટિકિટ આ રીતે કરી શકશો બુક! જાણો સમગ્ર વિગત
