Not Set/ રાહુલ ગાંધીનો કટાક્ષ/ વચન હતુ 21 દિવસમાં કોરોનાને ખતમ કરવાનુ પણ ખતમ કરી…

  રાહુલ ગાંધીએ ફરી એકવાર લોકડાઉનને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ એક નવો વીડિયો શેર કર્યો અને કહ્યું કે, અચાનક લોકડાઉન દેશનાં અસંગઠિત વર્ગ માટે મૃત્યુ દંડ સાબિત થયો છે. તેમણે કોરોનાવાયરસની તૈયારીઓ અને અર્થવ્યવસ્થામાં સુધારણા માટે લેવામાં આવતા પગલાઓ અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે પોતાના ટ્વિટમાં […]

Uncategorized
ba3168712c55165c77932252b2126a50 1 રાહુલ ગાંધીનો કટાક્ષ/ વચન હતુ 21 દિવસમાં કોરોનાને ખતમ કરવાનુ પણ ખતમ કરી...
 

રાહુલ ગાંધીએ ફરી એકવાર લોકડાઉનને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ એક નવો વીડિયો શેર કર્યો અને કહ્યું કે, અચાનક લોકડાઉન દેશનાં અસંગઠિત વર્ગ માટે મૃત્યુ દંડ સાબિત થયો છે. તેમણે કોરોનાવાયરસની તૈયારીઓ અને અર્થવ્યવસ્થામાં સુધારણા માટે લેવામાં આવતા પગલાઓ અંગે સરકાર પર પ્રહાર કર્યા હતા.

રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘અચાનક લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવુ સાબિત થયું. વચન એ હતું કે 21 દિવસમાં કોરોનાનો અંત આવશે, પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગો ખતમ પૂરા થયા. મોદીજીનો જન વિરોધી ડિઝાસ્ટર પ્લાન જાણવા માટે આ વીડિયો જુઓ.

રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં કહ્યું કે, તેમણે કોરોનાનાં નામે જે કર્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજો હુમલો હતો કારણ કે ગરીબ લોકો રોજ કમાય અને રોજ ખાય છે. નાના અને મધ્યમ વર્ગનાં ધંધામાં પણ આવું જ છે. જ્યારે તમે કોઈ સૂચના વિના લોકડાઉન કર્યુ, ત્યારે તમે તેમના પર હુમલો કર્યો હતો. વડા પ્રધાને કહ્યું કે, 21 દિવસ સુધી લડત રહેશે, અસંગઠિત ક્ષેત્રની કમરનું હાડકું 21 દિવસમાં તૂટી ગયું.

વીડિયોમાં રાહુલે કોંગ્રેસની ન્યાય યોજનાની પણ વકાલત કરી હતી. તેમણે કહ્યું, ‘લોકડાઉન પછી ખોલવાનો સમય આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ સરકારને એકવાર નહીં પરંતુ ઘણી વખત કહ્યું હતું કે, તેણે ગરીબોને મદદ કરવી પડશે, ન્યાય યોજના જેવી યોજના અમલમાં મૂકવી પડશે, પૈસા સીધા બેંક ખાતામાં મૂકવા પડશે, પણ તેમ નથી કર્યું. અમે કહ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે, તમારે એક પેકેજ તૈયાર કરવુ જોઈએ, તેઓને બચાવવાની જરૂર છે. આ પૈસા વિના તેમનો બચાવ થશે નહીં, સરકારે કંઇ કર્યું નહીં, તેનાથી ઉલટું, સરકારે ધનિક પંદર અને વીસ લોકો માટે કરોડોનાં કર માફ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.