Not Set/ રાહુલ ગાંધી આજે રજૂ કરશે મજૂરો સાથે થયેલી વાર્તાલાભનો વીડિયો, આ ડોક્યુમેન્ટ્રીનો ટીઝર કર્યો રિલીઝ

કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. જેને લઈને ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ મીડિયામાં સવાલો ઉભા થયા હતા કે રાહુલ ગાંધીએ જે મજૂરો સાથે વાતચીત કરી છે તેનો કોઈ વીડિયો કેમ બહાર પાડ્યો નથી. હવે કોંગ્રેસ પક્ષ આજે યુટ્યુબ પર તેમની તે દિવસની વાતચીતનો એક […]

India
709b086d451aab3aeefc035a41aa05b8 1 રાહુલ ગાંધી આજે રજૂ કરશે મજૂરો સાથે થયેલી વાર્તાલાભનો વીડિયો, આ ડોક્યુમેન્ટ્રીનો ટીઝર કર્યો રિલીઝ

કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા. જેને લઈને ભાજપે ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ મીડિયામાં સવાલો ઉભા થયા હતા કે રાહુલ ગાંધીએ જે મજૂરો સાથે વાતચીત કરી છે તેનો કોઈ વીડિયો કેમ બહાર પાડ્યો નથી. હવે કોંગ્રેસ પક્ષ આજે યુટ્યુબ પર તેમની તે દિવસની વાતચીતનો એક વીડિયો રિલીઝ કરશે.

રાહુલ ગાંધીએ શુક્રવારે ​​ટ્વીટ કરીને લખ્યું છે કે, થોડા દિવસો પહેલા મને કેટલાક પરપ્રાંતિય મજૂરો મળ્યા હતા જે હરિયાણાથી સેંકડો કિલોમીટર ચાલીને દિલ્હી પહોંચ્યા હતા અને યુપીનાં ઝાંસી જઇ રહ્યા હતા. આવતી કાલે સવારે 9 વાગ્યે આ મજૂરોની ધૈર્ય, નિશ્ચય અને અસ્તિત્વની અતુલ્ય વાર્તા જુઓ. શનિવારે સવારે 9 વાગ્યે, રાહુલ ગાંધી આ મજૂરોની સ્થિતિને તેમની યુટ્યુબ ચેનલ પર એક ડોક્યુમેન્ટ્રી દ્વારા બતાવશે.

રાહુલ ગાંધીએ તે વાતચીતની ડોક્યુમેન્ટરીનો નાનો ટીઝર પણ બહાર પાડ્યો છે. આ સાથે તેમણે તેની યુટ્યુબ ચેનલની એક લિંક પણ શેર કરી છે. પાર્ટીએ આ વીડિયો સાથે એક પોસ્ટર શેર કર્યું છે. જે રાહુલ ગાંધી સાથે દેશ કી બાતપર લખાયેલ છે. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ગયા શનિવારે જ સુખદેવ વિહાર ફ્લાયઓવર નજીક પરપ્રાંતિય મજૂરોને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.