Not Set/ રિયા ચક્રવર્તીના દાવા પર સુશાંતની બહેને આપ્યો જવાબ, લખ્યું- ‘કાશ મારો ભાઈ આ છોકરીને ક્યારેય….

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયા ચક્રવર્તીના એ દાવાને નકારી કાઢ્યા છે, જેમાં એક્ટ્રેસે દિવગંત સુશાંત અને પરિવાર વચ્ચેનો સંબંધ ખરાબ  થયો હતો. તેણે તેની ફ્લાઇટ ટિકિટનો એક સ્ક્રીનશોર શેર કર્યો છે, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભાઈને મળવા માટે કરવી હતી. શ્વેતાએ રિયા પર સુશાંતને બળજબરીથી ડ્રગ્સ અને અઈસોલેટ કરવાનો પણ […]

Uncategorized
f0b606978e592cd65dc814b015a3d172 રિયા ચક્રવર્તીના દાવા પર સુશાંતની બહેને આપ્યો જવાબ, લખ્યું- 'કાશ મારો ભાઈ આ છોકરીને ક્યારેય....

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ રિયા ચક્રવર્તીના એ દાવાને નકારી કાઢ્યા છે, જેમાં એક્ટ્રેસે દિવગંત સુશાંત અને પરિવાર વચ્ચેનો સંબંધ ખરાબ  થયો હતો. તેણે તેની ફ્લાઇટ ટિકિટનો એક સ્ક્રીનશોર શેર કર્યો છે, જે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભાઈને મળવા માટે કરવી હતી. શ્વેતાએ રિયા પર સુશાંતને બળજબરીથી ડ્રગ્સ અને અઈસોલેટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

શ્વેતા સિંહ કીર્તિએ રિયા ચક્રવર્તીને યોગ્ય જવાબ આપતા અનેક ટ્વીટ્સ કર્યા છે. સુશાંતની બહેને લખ્યું, “રિયાએ તેના ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો છે તેમ, અમે મારા ભાઈને પ્રેમ નહોતા કરતા! હા, તે સાચું છે, તેથી જ હું જાન્યુઆરીમાં યુએસએથી ઇન્ડિયા માટે ઉડાન ભરી, જેવું મને ખબર પડી કે ભાઈ ચંદીગઢ જઇ રહ્યો છે અને તેની તબિયત સારી નથી. મારે મારો વ્યવસાય બંધ કરવો પડ્યો અને મારા બાળકોને પાછળ છોડી દેવા પડ્યા! ભગવાન અમારી સાથે છે. “

સુશાંતની બહેન આગળ લખે છે કે સૌથી ખરાબ ભાગ એ છે કે હું મારા ભાઈને મળી શકી નહીં. તેણે લખ્યું, “હું ત્યાં પહોંચતાં જ રિયાના સતત કોલ અને કામકાજની કમીટમેન્ટને કારણે તે ચંદીગઢથી નીકળી ગયો હતો. પરિવાર હંમેશા તેમની સાથે જ ઉભો રહ્યો હતો. “

શ્વેતા સિંહ કીર્તિએ અન્ય એક ટ્વિટ કર્યું, “જાન્યુઆરીનો સમય હતો જ્યારે ભાઈએ રાણી દીને એસઓએસ કોલ કર્યો હતો. તે નશામાં હતો અને એકલતામાં હતો. ચંદીગઢ પહોંચતાંની સાથે જ રિયાએ તેને 2-3 દિવસમાં 25 વાર કોલ કર્યો હતો. કેમ? તેણે તેને પાછા બોલાવવાની જરૂર કેમ પડી! ”

શ્વેતાએ લખ્યું છે કે, “કાશ મારો ભાઈ આ છોકરીને ક્યારેય મળ્યો ન હોત. કોઈની જાણકારી વિના ડ્રગ્સ આપવું અને તેને ખાતરી આપી કે તું ઠીક નથી. તેને મનોચિકિત્સક પાસે લઈ જવો… આ મેનીપ્યુલેશનનું કેવું સ્તર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.