Not Set/ ગાંધીનગર જીલ્લામાં વધતા પોઝીટીવ કેસોને લઈ જીલ્લા કલેકટરનુ જાહેરનામું… જાણો શું કહ્યું કલેકટરે….?

ગુજરાત રાજ્યમાં કોરોના એ કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ નો આકડો ૪૪૦૦ ઉપર પહોચી ચુક્યો છે. ત્યારે રાજ્યની રાજકીય રાજધાની ગાંધીનગર ખાતે  પણ કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને લઇ ને ગાંધીનગર જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અલગ અલગ તાલુકાના અડાલજ, સુઘડ, સરગાસન,ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિત ના 15 […]

Uncategorized
55896a1908b9eb48488dd5938e5e6a3e ગાંધીનગર જીલ્લામાં વધતા પોઝીટીવ કેસોને લઈ જીલ્લા કલેકટરનુ જાહેરનામું... જાણો શું કહ્યું કલેકટરે....?

ગુજરાત રાજ્યમાં કોરોના એ કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ નો આકડો ૪૪૦૦ ઉપર પહોચી ચુક્યો છે. ત્યારે રાજ્યની રાજકીય રાજધાની ગાંધીનગર ખાતે  પણ કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને લઇ ને ગાંધીનગર જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. અલગ અલગ તાલુકાના અડાલજ, સુઘડ, સરગાસન,ઉવારસદ, તારાપુર, હડમાતીયા સહિત ના 15 ગામો અને તેની હદમા કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરાયો

ગાંધીનગર તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે.  કલોલ શહેર એ આરસોડીયા મા પણ કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કર્યો છે. જ્યારે દહેગામ તાલુકાનુ હાલીસા ગામ કંટેઈનમેંટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.  આ ગામોના ત્રણ કીમી ની ત્રીજ્યામા કંટેઈનમેંટ વિસ્તાર જાહેરનામું લાગુ પડશે.  જે આગામી  15 મે સુધી અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે ૩ જી મેં એ લોક ડાઉન ના બીજા તબક્કો પૂરો થાય છે. પરંતુ વધી રહેલા કેસ એ જોતા આ વિસ્તારોને કોઈ જ છૂટ મળશે નહિ.

વીરેન મહેતા, મંતવ્ય ન્યુઝ ગાંધીનગર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.