Not Set/ રોડ અકસ્માતમાં એક પછી એક મજૂરોનાં થઇ રહ્યા છે મોત, MP માં 4 લોકોએ ગુમાવ્યો જીવ, તો પશ્ચિમ બંગાળમાં…

  કોરોના કહેર વચ્ચે લોકડાઉનમાં ફસાયેલા મજૂરોનું ઘરે પરત ફરવાનું ચાલુ છે. દરમિયાન મધ્યપ્રદેશમાં એક મોટો અકસ્માત થયો હતો, જ્યાં એક ટેન્કરે ઘરે પરત ફરતા મજૂરોને તેની અડફેટે લીધા હતા. આ ઘટનામાં ચાર મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પણ મજૂરો સાથે મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક બસ અકસ્માતનો શિકાર બની હતી. […]

India
8f32a356d9b7ed07c4137d0ec32464b8 1 રોડ અકસ્માતમાં એક પછી એક મજૂરોનાં થઇ રહ્યા છે મોત, MP માં 4 લોકોએ ગુમાવ્યો જીવ, તો પશ્ચિમ બંગાળમાં...

 

કોરોના કહેર વચ્ચે લોકડાઉનમાં ફસાયેલા મજૂરોનું ઘરે પરત ફરવાનું ચાલુ છે. દરમિયાન મધ્યપ્રદેશમાં એક મોટો અકસ્માત થયો હતો, જ્યાં એક ટેન્કરે ઘરે પરત ફરતા મજૂરોને તેની અડફેટે લીધા હતા. આ ઘટનામાં ચાર મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પણ મજૂરો સાથે મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક બસ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 32 પ્રવાસી મજૂરો ઘાયલ થયાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રથી ચાર મજૂરો ઈન્દોર પરત ફરી રહ્યા હતા. દરમિયાન મધ્યપ્રદેશનાં બડવાનીમાં એક ટેન્કર તેમની ઉપરથી નિકળી ગયુ હતુ. આ ઘટના બાદ ચારેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા લોકોમાં પતિ-પત્નીનો સમાવેશ થાય છે.

બીજી તરફ, રવિવારે સવારે પશ્ચિમ બંગાળનાં જલ્પાઈગુડી જિલ્લાનાં ધુપગુડીમાં એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં 32 પરપ્રાંતિય મજૂરો ઘાયલ થયા હતા. તુરંત તેઓને જલપાઇગુડી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સ્થાનિક વહીવટ પ્રમાણે, તમામ મજૂરોને સામાન્ય ઇજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.