Not Set/ લતા મંગેશકરે લોકોને કરી અપીલ, લોકડાઉન ખુલવાનો અર્થ એ નથી કે કોરોના…

કોરોના વાયરસનાં કારણે દેશની હાલત ખરાબ છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણમાં અચાનક ઝડપ આવી ગઇ છે. સરકાર હોય કે કોઈ સેલિબ્રિટી, દરેક સમજાવી રહ્યાં છે કે લોકડાઉન દૂર થવાનો અર્થ એ નથી કે કોરોના વાયરસનો ખતરો નાબૂદ થઈ ગયો છે. […]

India
3cb7c71ed08bb8d4da09d3f10b7cad0d 1 લતા મંગેશકરે લોકોને કરી અપીલ, લોકડાઉન ખુલવાનો અર્થ એ નથી કે કોરોના...

કોરોના વાયરસનાં કારણે દેશની હાલત ખરાબ છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણમાં અચાનક ઝડપ આવી ગઇ છે. સરકાર હોય કે કોઈ સેલિબ્રિટી, દરેક સમજાવી રહ્યાં છે કે લોકડાઉન દૂર થવાનો અર્થ એ નથી કે કોરોના વાયરસનો ખતરો નાબૂદ થઈ ગયો છે. જેને લઇને ભારત રત્ન લતા મંગેશકરે પણ દેશની જનતાને અપીલ કરી છે.

લતા મંગેશકરે એક ટ્વીટ કર્યું છે, જેમા તેમણે લખ્યુ છે કે, લોકડાઉન અશંતઃ ખોલવામાં આવ્યું છે. પરંતુ મારી એક વિનંતી છે તમને બધાને, સંપૂર્ણ સુરક્ષાની કાળજી લો. લોકડાઉન ખુલવાનો અર્થ એ નથી કે કોરોના વાયરસ ચાલ્યો ગયો છે. સરકારે જારી કરેલી માર્ગદર્શિકાની સંપૂર્ણ કાળજી લો.” આ અગાઉ લતા મંગેશકરે દેશનાં 211 મોટા ગાયકો દ્વારા ગાયેલું જયતુ ભારતમ, જયતુ ભારતમ, વાસુદેવ કુટુંબકમગીતને લઇને ટ્વીટ કર્યું હતું, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિટ્વીટ કર્યું હતું.

લતા મંગેશકરે લખ્યું છે, ‘નમસ્કાર, અમારા ISRA નાં 211 ખૂબ જ પ્રતિભાશાળી કલાકારોએ આત્મ ગૌરવપૂર્ણ ભારતની ભાવનાથી પ્રેરિત આ ગીતની રચના કરી છે, જે અમે ભારતનાં લોકોને અને આપણા આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીને પ્રદાન કરીએ છીએ. જયતુ ભારતમ્.તે પહેલા લતા મંગેશકરે મહારાષ્ટ્ર સીએમ ફંડમાં 25 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા અને લોકોને પણ દાન આપવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.