Not Set/ લોકડાઉનમાં કંપનીઓ દ્વારા કર્મચારીનાં પગાર કપાતનાં મામલે સુપ્રીમ કોર્ટ સંભળાવશે પોતાનો નિર્ણય

લોકડાઉન દરમિયાન થતી આર્થિક ખોટની ભરપાઇ કરવા માટે, ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને પગાર આપ્યો નથી અથવા કપાત પગાર આપ્યો છે. જ્યારે ઘણી કંપનીઓએ પોતાના સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરતા છટણી કરી દીધી હતી. આપને જણાવી દઇએ કે, કંપનીઓએ ગૃહ મંત્રાલયનાં આદેશની અવગણના કરતા કર્મચારીઓનાં પગારમાં કાપ કર્યો. આજે સુપ્રીમ કોર્ટ આ મામલાને લઇને ચુકાદો આપશે. જણાવી […]

India
9acbb9335c41edb8143864cef51edfa3 3 લોકડાઉનમાં કંપનીઓ દ્વારા કર્મચારીનાં પગાર કપાતનાં મામલે સુપ્રીમ કોર્ટ સંભળાવશે પોતાનો નિર્ણય

લોકડાઉન દરમિયાન થતી આર્થિક ખોટની ભરપાઇ કરવા માટે, ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને પગાર આપ્યો નથી અથવા કપાત પગાર આપ્યો છે. જ્યારે ઘણી કંપનીઓએ પોતાના સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરતા છટણી કરી દીધી હતી. આપને જણાવી દઇએ કે, કંપનીઓએ ગૃહ મંત્રાલયનાં આદેશની અવગણના કરતા કર્મચારીઓનાં પગારમાં કાપ કર્યો. આજે સુપ્રીમ કોર્ટ આ મામલાને લઇને ચુકાદો આપશે.

જણાવી દઇએ કે, ગૃહમંત્રાલયે લોકડાઉન દરમિયાન કંપનીઓને કર્મચારીઓનાં પગારમાં ઘટાડો ન કરવા આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં દેશની સર્વોચ્ચ અદાલત આજે આ મામલે ચુકાદો જાહેર કરવાની છે. સુપ્રીમ કોર્ટ કર્મચારીઓનાં પગાર કપાત મામલે આજે પોતાનો ચુકાદો આપશે. 4 જૂને આ કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કૌલ અને એમ.આર. શાહ આ મામલે આજે પોતાનો ચુકાદો આપશે.

સરકારે કંપનીઓને પગારમાં ઘટાડો ન કરવા અપીલ કરી છે, ત્યારે કંપનીઓનું કહેવું છે કે તેઓ સંપૂર્ણ પગાર ચૂકવવાની સ્થિતિમાં નથી. વળી સરકારે તાકીદ કરી છે કે લોકડાઉનમાં કર્મચારીઓનાં પગારમાં રોકવા અથવા કાપવા તે યોગ્ય નથી. સરકારે કહ્યું કે, તેઓએ આ નિર્ણય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ લીધો હતો અને કંપનીઓને કર્મચારીઓને સંપૂર્ણ પગાર ચૂકવવા કહ્યું હતું. જો કે આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય સંભાળાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.