કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનનો નથી દેખાતો અંત, 26મીએ ટ્રેક્ટર માર્ચ માટે મક્કમ

ખેડૂતોનું આંદોલન 53મા દિવસમાં પ્રવેશી ગયું છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સાફ કહી દીધું છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદા સંસદમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ખેડૂત પીછેહઠ નહીં કરે….

India
sssss 63 ખેડૂત આંદોલનનો નથી દેખાતો અંત, 26મીએ ટ્રેક્ટર માર્ચ માટે મક્કમ

ખેડૂતોનું આંદોલન 53મા દિવસમાં પ્રવેશી ગયું છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સાફ કહી દીધું છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદા સંસદમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ખેડૂત પીછેહઠ નહીં કરે.

ખેડૂત આંદોલન પૂરું થવાના કોઈ એંધાણ દેખાઇ રહ્યાં નથી. એકતરફ સુપ્રીમ કોર્ટ રચિત કમિટી સામે જવાની ખેડૂત નેતાઓએ સાફ ના કહી દીધી છે. હવે ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે સાફ કર્યું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આ તરફ 19મી જાન્યુઆરીએ ખેડૂતો સાથેની વધુ એક બેઠક પહેલાં કૃષિમંત્રી તોમરે કહ્યું છે કે કાયદા રદ્દ કરવામાં નહીં આવે. ખેડૂતો કૃષિ કાયદા પરત લેવા સિવાય બીજું શું ઈચ્છે છે તે સ્પષ્ટ કરે. તોમરે ફરી એકવાર એ વાત પણ દોહરાવી કે દેશના ઘણાં બધાં ખેડૂતો અને કૃષિ વિશેષજ્ઞો નવા કૃષિ કાયદાની તરફેણમાં છે.

આ તરફ 19મી જાન્યુઆરીએ પણ બેઠકમાં કોઈ ઉકેલ આવવાની ખેડૂતોને આશા નથી. ખેડૂતો હવે તેમના નેક્સ્ટ મૂવ એટલે કે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની જ તૈયારીઓ કરી રહ્યાં છે. જો કે પોલીસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય સુરક્ષાનું કારણ આપીને ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને મંજૂરી નથી આપી. વિપક્ષ આ સમગ્ર મામલામાંથી જેટલો ફાયદો મળે તેટલો મેળવી લેવા પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ભાજપ ખેડૂતોને ડરાવવાની કોશિશ કરી રહ્યો છે. આ તરફ અમિત શાહે ફરી એકવાર એ વાત દોહરાવી છે કે તેમની સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું જ છે. અને નવા કાયદાથી ખેડૂતોને ફાયદો જ થવાનો છે. આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે આખરે આંદોલન કંઈ સ્થિતિમાં અને ક્યારે સમેટાશે?

Vaccine / વિશ્વભરમાં ‘Pfizer’ ની વેક્સિન સવાલોમાં, 100થી વ…

Tripura / કોંગ્રેસ અધ્યક્ષ પિયુષ કાંતિ બિસ્વાસ પર થયો હુમલો, હોસ્પિટલમ…

કૃષિ આંદોલન / કૃષિ મંત્રીએ કહ્યું – કાયદો પાછો ખેચવા સિવાય કોઈ માંગ …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો