Not Set/ લોકડાઉનમાં પારલે-જી નાં ખૂબ વેચાયા પેકેટ, જાણો તેના નામનો શું છે ઈતિહાસ અને ‘જી’ નો અર્થ

ભારતમાં કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોની લોકડાઉનાં કારણે રોજગારી અટકી ગઈ છે, પરંતુ પારલે-જી બિસ્કીટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે, આપને જાણીને આશ્ચર્ય થશે કે લોકડાઉન સમયગાળા દરમિયાન પારલે-જી બિસ્કીટ એટલું વેચાયુ છે. જેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, ફક્ત 5 રૂપિયામાં વેચાયેલી બિસ્કીટ દરેક લોકોની પહેલી પસંદ બની ગયુ છે. તેના વેચાણથી સાબિત […]

Business
bd01cd5027bf8d59f9b4bcf3d6337d21 લોકડાઉનમાં પારલે-જી નાં ખૂબ વેચાયા પેકેટ, જાણો તેના નામનો શું છે ઈતિહાસ અને 'જી' નો અર્થ

ભારતમાં કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોની લોકડાઉનાં કારણે રોજગારી અટકી ગઈ છે, પરંતુ પારલે-જી બિસ્કીટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે, આપને જાણીને આશ્ચર્ય થશે કે લોકડાઉન સમયગાળા દરમિયાન પારલે-જી બિસ્કીટ એટલું વેચાયુ છે. જેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, ફક્ત 5 રૂપિયામાં વેચાયેલી બિસ્કીટ દરેક લોકોની પહેલી પસંદ બની ગયુ છે. તેના વેચાણથી સાબિત થયું છે કે તે કિંમત નહીં પણ સ્વાદ મોટી ચીજ છે.

નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉન વચ્ચે, પારલે-જીએ અત્યાર સુધી સૌથી વધુ બિસ્કીટ વેચ્યા છે, પારલે પ્રોડક્ટ્સનાં કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, કંપનીનાં કુલ માર્કેટ શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે અને તેમા 80-90 ટકા ગ્રોથ પારલે-જીની સેલથી થઇ છે, લોકડાઉન દરમિયાન, જ્યાં આ બિસ્કીટ સ્થળાંતર મજૂરોને ખવડાવવાનું સાધન બની ગયુ હતુ, બીજી તરફ, ઘણા લોકોએ તેમના ઘરે પારલે-જી બિસ્કીટનો સ્ટોક ભરી રાખ્યો હતો. આપને જણાવી દઇએ કે, બાળપણ કરતાં મોટી કોઈ શાળા નહીં, ક્યુરીયોસિટીથી મોટો કોઈ શિક્ષક ન હોય. આ સંદેશ આપતા ઝૂંપડીથી લઇને મહેલોનાં રાજા સુધી દરેકની પહેલી પસંદ રહી છે આ પારલ-જી બિસ્કીટ. આ બિસ્કીટ સાથે ઘણા લોકો નાનપણથી જુવાન થયા અને હવે વૃદ્ધ થયા છે, પરંતુ કદાચ તેઓ આ વાત નહી જાણતા હોય કે પારલે-જી માં જીનો અર્થ શું છે. તો ચલો અમે તમને જણાવીએ કે તેનો અર્થ શું છે.

જણાવી દઇએ કે, પારલે-જી માં જીએટલે જીનિયસ છે અને આ કંપનીનું સૂત્ર પણ છે, ‘પારલે જીનામ રેલ્વે સ્ટેશન વિલે પાર્લે પરથી લેવામાં આવ્યું છે, જે પારલે નામનાં જૂના ગામ પર આધારિત છે, જો કે જીનો અર્થ અહીં ગ્લુકોઝ પણ થાય છે, કંપનીનો એકંદર સંદેશ એ છે કે જે વ્યક્તિ પારલે કંપનીનાં ગ્લુકોઝ બિસ્કીટ ખાય છે તે જીનિયસ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.