Not Set/ લોકડાઉન/ દીકરાને બચાવવા માંએ જે કર્યું, તે જાણીને કહેશો, માં તે માં…

ગુજરાતીમાં એક કહેવત છે કે, માં તે માં અને બીજા બધા વગડાના વા. આ જ કહેવત આજે સાચી સાબિત થઇ રહી છે. હાલમાં સમયમાં ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેથી સરકારે દેશમાં21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.જો કે આ લોકડાઉનના ભારતમાં હજારો […]

India

ગુજરાતીમાં એક કહેવત છે કે, માં તે માં અને બીજા બધા વગડાના વા. આ જ કહેવત આજે સાચી સાબિત થઇ રહી છે. હાલમાં સમયમાં ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેથી સરકારે દેશમાં21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.જો કે આ લોકડાઉનના ભારતમાં હજારો લોકો ફસાયા હતા અને એમાં તેલંગાણાના નિઝામાબાદનો એક છોકરો પણ હતો.પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પોતાના દીકરાને પાછો લાવવા માટે માંએ જે કર્યું તે પ્રશંસાને પાત્ર છે.

લોકડાઉનના ફસાયેલા પોતાના દીકરાને બચાવવા માટે એક માંએ સ્કુટરથી 1400 કિલોમીટર સફર કર્યો અને ત્યારબાદ તે પોતાના દીકરાને ૩ દિવસમાં પાછી લઈને આવી હતી.હકીકતમાં, રઝિયા બેગમ તેમના નાના દીકરા નિઝામુદ્દીનને લેવા માટે નેલ્લોરના રહમતાબાદ આવ્યા હતા, જ્યાં તેમનો પુત્ર ફસાઈ ગયો હતો. તેમનો પુત્ર અહીં તેના એક મિત્રને છોડવા આવ્યો હતો, પરંતુ લોકડાઉનમાં ફસાઈ ગયો હતો.

રઝિયાએ પહેલા પોતાના મોટા પુત્રને રહમતાબાદ મોકલવાનો વિચાર કર્યો, પરંતુ ત્યારબાદ લોકડાઉનની કડકતાને કારણે આ વિચાર રદ કરવામાં આવ્યો.પછી કાર દ્વારા જવાનું વિચાર્યું પણ આ વિચાર પણ રદ થયો.અંતે ટુ-વ્હીલરથી મુશ્કેલ મુસાફરી કરી હતી.

આ ઘટના તેલંગાણાના નિઝામબાદ જિલ્લાની છે, જ્યાં રહેતા 50 વર્ષીય રઝિયા બેગમે સ્થાનિક પોલીસની પરવાનગી લઈને સ્કુટર લઈને નીકળ્યા હતા અને તેઓને નિઝામબાદથી આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા દીકરાને લાવવા માટે 1400 કિમીનું અંતર કાપ્યું હતું અને માતા અને પુત્ર બંને કોઈ પણ વિધ્ન વિના પાછા ફર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.