Not Set/ લોકેશ રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન યથાવત્ છે. શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના ઓપનર લોકેશ રાહુલ 85 રન બનાવી આઉટ થઈ ગયેલ છે. લોકેશ રાહુલની આ સતત સાતમી અડધી સદીની ઇનિંગ રહી છે. લોકેશ રાહુલની આ સતત અડધી સદીની ઇનિંગનો સિલસિલો આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોર […]

Sports
kl 4 લોકેશ રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન યથાવત્ છે. શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના ઓપનર લોકેશ રાહુલ 85 રન બનાવી આઉટ થઈ ગયેલ છે. લોકેશ રાહુલની આ સતત સાતમી અડધી સદીની ઇનિંગ રહી છે. લોકેશ રાહુલની આ સતત અડધી સદીની ઇનિંગનો સિલસિલો આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોર ટેસ્ટથી શરૂ થયો હતો. આ દરમિયાન લોકેશ રાહુલ થોડી મેચમાં ઈજા હોવાના કારણે રમી શક્યા નહોતા.

KL લોકેશ રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ઈજાથી બહાર આવી વાપસી કરનાર લોકેશ રાહુલે શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં ૫૭ રનની ઇનિંગ રમી હતી. જેને યોગ્ય સાબિત કરતા લોકેશ રાહુલની ફોર્મમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ભારતીય રેકોર્ડની વાત કરીએ તો ૭ સતત ટેસ્ટ ઇનિંગમાં અડધી સદી ફટકારી લોકેશ રાહુલ ગુંડપ્પા વિશ્વનાથ અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી દીધો છે.

ભારત માટે સતત અડધી સદીનો રેકોર્ડ
7 લોકેશ રાહુલ, 2017
6 ગુંડપ્પા વિશ્વનાથ, 1997-1998
6 રાહુલ દ્રવિડ, 1997-1998

KL 3 લોકેશ રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટની સસ્ત ઇનિંગમાં સૌથી વધુ અડધી સદી બનાવવાનો રેકોર્ડ

લોકેશ રાહુલની સતત ૭ ઇનિંગ
90 રન, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બેંગ્લોર, માર્ચ 2017
51 રન, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બેંગ્લોર, માર્ચ 2017
67 રન, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, રાંચી, માર્ચ 2017
60 રન, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ધર્મશાળા, માર્ચ 2017
51 રન, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ધર્મશાળા, માર્ચ 2017
57 રન, વિરુદ્ધ, શ્રીલંકા, કોલંબો, ઓગસ્ટ 2017

KL 2 લોકેશ રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

જો વાત કરીએ તો સતત ઇનિંગમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડની કરીએ તો લોકેશ રાહુલે, એવર્ટન વિક્સ, એન્ડી ફ્લાવર, શિવનારાયણ ચંદ્રપોલ, કુમાર સંગાકારા અને ક્રીસ રોઝર્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ બધાના નામે સતત ઇનિંગમાં સૌથી વધુ ૭ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ સંયુક્ત રૂપથી છે.

જયારે લોકેશ રાહુલે 2016 માં ઇંગ્લેન્ડ સામે ચેન્નાઈ ટેસ્ટમાં 199 રન બનાવ્યા હતા, ત્યારે તેમને 4 સદી અને એક અડધી સદી ફટકારી હતી, હવે 4 સદી અને 9 અડધી સદી છે.