Not Set/ #લોકોડાઉનભંગ/ ચેતજો!! મહિસાગર પ્રાંત અધિકારી દ્વારા લુણાવાડાની તમાકુની અનેક દુકાનોમાં રેડ

દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને લઈ તમાકુ, ગુટખાના વેચાણ અને વેપાર પર પ્રતિબંધ મુકાયો છે. પરંતુ  તો પણ ગુટખા અને પાન મસાલા વેચાણ ચાલુ છે. સરકાર આવા અસામાજીકો સામે પગલા લેવા મજબૂર છે, ત્યારે સરકાર દ્વારા પણ હવે આ મામલે કડક હાથે કામ લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. જી હા, મહિસાગર જીલ્લાના લુણાવાડામાં પ્રાંત અધિકારી દ્વારા તમાકુની અનેક […]

Gujarat Others
e61b336cecf54a1d12843c8a351c9b70 #લોકોડાઉનભંગ/ ચેતજો!! મહિસાગર પ્રાંત અધિકારી દ્વારા લુણાવાડાની તમાકુની અનેક દુકાનોમાં રેડ

દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને લઈ તમાકુ, ગુટખાના વેચાણ અને વેપાર પર પ્રતિબંધ મુકાયો છે. પરંતુ  તો પણ ગુટખા અને પાન મસાલા વેચાણ ચાલુ છે. સરકાર આવા અસામાજીકો સામે પગલા લેવા મજબૂર છે, ત્યારે સરકાર દ્વારા પણ હવે આ મામલે કડક હાથે કામ લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. જી હા, મહિસાગર જીલ્લાના લુણાવાડામાં પ્રાંત અધિકારી દ્વારા તમાકુની અનેક દુકાનોમાં રેડ પાડવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, લોકડાઉન  દરમિયાન કેટલાક ઈસમો દ્વારા દુકાનદારને બાનમાં લઇ તમાકુનો સામાન કઢાવી તેમજ આ  તમાકુના માલ સામાનનો કાળા બજાર કરતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. કાળા બજારીઓને ખબર નહીં હોય, પરંતુ સામાન કઢાવતા કેટલાક ઈસમો અને ગાડી સીસીટીવી માં થઈ કેદ થઇ ગયા હતા. આ ફૂટેજના આધારે પ્રાંત અધિકારીએ દુકાનદારના જણાવ્યા મુજબ પંચકેસ કરી આવા શખ્સોની ઓળખ કરી જવાબ લેવાની અને આવી ઈસમોના સામે જવાબનાં આધારે પગલા લેવાની તજવીજ હાથ ધરી છે. સાથે સાથે બે લોકો વિરુદ્ધ 188 નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.