Not Set/ લો બોલો…! સુરત પોલીસના મતે કાર ચલાવતા પણ પહેરો હેલ્મેટ

ટ્રાફિકના નિયમોનું પાન થાય તે જરૂરી છે અને ટ્રાફિકના નિયમ તોડનાર વાહન ચાલકો સામે પોલીસ પગલાં ભરે તે પણ એટલુ જ જરૂરી છે. પરંતુટ્રાફિક ઝુંબેશના નામે રસ્તા ઉપર ઉતરી પડતી પોલીસ જાણે આતંકવાદીને પકડવા આવી હોય તેવો વ્યવહાર વાહન ચાલકો સામે કરે છે. ટ્રાફિક પોલીસ જયાં પણ ટ્રાફિક ઝુંબેશ કરવા આવે ત્યાં જ ટ્રાફિક જામ […]

Gujarat Surat
75b9682da7e9680e0aca34d6f36cb6da લો બોલો...! સુરત પોલીસના મતે કાર ચલાવતા પણ પહેરો હેલ્મેટ

ટ્રાફિકના નિયમોનું પાન થાય તે જરૂરી છે અને ટ્રાફિકના નિયમ તોડનાર વાહન ચાલકો સામે પોલીસ પગલાં ભરે તે પણ એટલુ જ જરૂરી છે. પરંતુટ્રાફિક ઝુંબેશના નામે રસ્તા ઉપર ઉતરી પડતી પોલીસ જાણે આતંકવાદીને પકડવા આવી હોય તેવો વ્યવહાર વાહન ચાલકો સામે કરે છે. ટ્રાફિક પોલીસ જયાં પણ ટ્રાફિક ઝુંબેશ કરવા આવે ત્યાં જ ટ્રાફિક જામ લાગી જાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુક કરો ઝુંબેશમાં પ્રમાણભાન પણ રહેતુ નથી. જેનો ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યુ છે. જેમાં સુરત કાર ચાલકને ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવવાનો મેમો આપી દંડ વસુલ કર્યો હતો

સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના પોલીસની એક ઘટના સામે આવી છે. આ બનાવમાં કાર ચાલકએ હેલ્મેટ પહેરયું ન હતું જેથી પોલીસે તે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો હતો. કાર ચાલક એ કારમાં હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જાણવાની વાત એ છે કે, દંડ લઇ લીધા પછી પોલીસે તેને પાવતી પણ આપી છે.

surat rural police fined a four wheeler driver for not wearing a helmet 2 540x700 1 લો બોલો...! સુરત પોલીસના મતે કાર ચલાવતા પણ પહેરો હેલ્મેટ

તમે લોકોએ ટુવ્હીલર ચલાવનારને હેલ્મેટ ન પહેરવા પર દંડ થયો હોય તે સાંભળ્યુ હશે પરંતુ આ બનાવમાં તો કાર લાવનારે હેલ્મેટ ન પહેરવાથી તેને દંડ થયો છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કાર ચાલક પાસેથી હેલ્મેટનો દંડ વસુલવામાં આવ્યો છે. ઇકો કાર ચાલકને ઉમરપાડા પોલીસે કારમાં હેલ્મેટ ન પહેરવા પર દંડ કર્યો હતો.

સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના ઉચવણ ગામના અતુલ ભાઈ પરદેશી નામનો વ્યક્તિ ઇકો કાર ચલાવે છે. આ અતુલભાઈ પાસેથી સુરત શહેરના ગ્રામ્ય પોલીસે દંડ વસુલ્યો. આ હાસ્યપ્રદ ઘટના સુરત શહેરના ઉમરપાડા વિસ્તારમાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.