Not Set/ લ્યો બોલો, અહીં ભાજપે અનુસૂચિત જનજાતિનાં મહિલા સદસ્ય ન હોવાથી સત્તા ગુમાવી

બનાસકાંઠામાં વિચીત્ર ઘાટ ઘટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જીલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે. કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યાનું કારણ એવુ નથી કે ભાજપને આ પદ્દ મેળવવામાં કોઇ રસ નહોતો. પરંતુ કારણે છે કે, ભાજપ પાસે આ ચૂંટણી માટે ઉમેદવારી કરી શકે તેવું કોઇ સદસ્ય જ નહોતું. બીલકુલ પ્રમુખ […]

Gujarat Others
d6e0ecedb6a636a10672fd3861ffd0dd લ્યો બોલો, અહીં ભાજપે અનુસૂચિત જનજાતિનાં મહિલા સદસ્ય ન હોવાથી સત્તા ગુમાવી

બનાસકાંઠામાં વિચીત્ર ઘાટ ઘટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જીલ્લા પંચાયતની પ્રમુખ પદની ચૂંંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે. કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરિફ ચૂંટાઇ આવ્યાનું કારણ એવુ નથી કે ભાજપને આ પદ્દ મેળવવામાં કોઇ રસ નહોતો. પરંતુ કારણે છે કે, ભાજપ પાસે આ ચૂંટણી માટે ઉમેદવારી કરી શકે તેવું કોઇ સદસ્ય જ નહોતું. બીલકુલ પ્રમુખ પદ્દ માટે યોગ્ય ઉમેદવાર ન હોવાનાં કારણે કોંગ્રેસ આસાનીથી સત્તા પર આવી ગઇ છે. 

વાતની ફોડ પાડવામા આવે તો, બનાસકાંઠા જીલ્લા પંચાયતની પુરુષ પ્રમુખ પદની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થઇ હોય હવે પ્રમુખ તરીકે આ સ્થાને મહિલાની વરણી કરવામાં આવવાની હોય કોંગ્રેસ અને ભાજપ બનેં મેદાનમાં હતા. બનાસકાંઠા જીલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવાનાં કારણે બનેં પક્ષોએ અનુસૂચિત જનજાતિનાં મહિલા સદસ્યને ચૂંંટણીમાં ઉમેદવારી કરાવવી ફરજીયાત હતી. 

કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવાર તરીકે વાલકીબેન પારધીને મેદાને ઉતાર્યા, પરંતુ ભાજપ પાસે અનુસૂચિત જનજાતિનાં મહિલા સદસ્ય ન હોઈ કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર બનાસકાંઠા જીલ્લા પંચાયતનાં પ્રમુખ પદ માટે બિનહરિફ ચૂંટાઇ આવ્યા હતા. જો કે, હજુ ઉપ-પ્રમુખની ચૂંટણી બાકી છે અને તે કાલે યોજાશે.

દેશમાં જ્યારે નારી સશક્તિકરણની વાતો જોરશોરથી ચાલી રહી છે અને દેશનાં પ્રતિનિધીત્વમાં પણ મહિલા અનામત બેઠકોએ સ્થાન લીધુ છે છતા આજે પણ ગુજરાત સહિત દેશમાં અનેક સ્થાનો એવા હશે જ્યા બનાસકાંઠા જીલ્લા પંચાયતની જેમ યોગ્ય મહિલા ઉમેદવાર હજુ પણ નહીં હોય અને આ મામલો દેશનાં સત્તાધિશો અને નારી સશક્તિકરણની દુહાઇ દેતા લોકોએ ચોક્કસ ધ્યાને લેવો જોઇએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews