Not Set/ વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ PSI કોરોનાની ઝપેટમાં, કરાયા હોસ્પિટલાઇઝ….

કોરોનાનો કહેર આમ તો રાજ્યભરમાં વરતાઇ રહ્યો છે, અલબત્તા મહાનગરોમા કોરોના વઘુ આક્રમક જોવામાં આવી રહ્યો છે અને હાલની સ્થિતિ એવી જોવામાં આવી રહી છે કે, કોરોના સામેની લડતમાં ગ્રાઉન્ડ બેટલ સંભાળી રહેલા વોરિયર્સ કોરોનાનાં શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં પોણા બસો ડોક્ટરો અને લગભગ પોણા ચાર સો પોલીસ કર્મીએ કોરોનાની ઝપેટમાં આવી ગયાનો આંકડો વિદિત છે. […]

Gujarat Vadodara
d9d4db7bd4c232db076b6eb119b97e5b વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ PSI કોરોનાની ઝપેટમાં, કરાયા હોસ્પિટલાઇઝ....

કોરોનાનો કહેર આમ તો રાજ્યભરમાં વરતાઇ રહ્યો છે, અલબત્તા મહાનગરોમા કોરોના વઘુ આક્રમક જોવામાં આવી રહ્યો છે અને હાલની સ્થિતિ એવી જોવામાં આવી રહી છે કે, કોરોના સામેની લડતમાં ગ્રાઉન્ડ બેટલ સંભાળી રહેલા વોરિયર્સ કોરોનાનાં શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં પોણા બસો ડોક્ટરો અને લગભગ પોણા ચાર સો પોલીસ કર્મીએ કોરોનાની ઝપેટમાં આવી ગયાનો આંકડો વિદિત છે. કોરોના પોતાની સામે લડી રહેલ વોરિયર્સને ટાર્ગેટ કરી રહ્યો હોય તેવી રીતે આજે ફરી એક કી વોરિયર કોરોનાનો શિકાર બન્યા હોવાનું સામે આવી રહ્યુ છે. 

જી હા, વડોદરામાં કોરોના કહેરનાં વધતા કહેરમાં વડોદરાના પોલીસ મથકો પણ ઝપેટમાં આવી રહ્યાનુ સામે આવી રહ્યું છે.  આજે વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ  PSI હિતેન્દ્ર પટેલને કોરોનાનાં લક્ષણ જોવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણની અસરો દેખાતા  તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તો સાથે સાથે તેમના પરિવારજનો અને સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ રિપોર્ટ કરવામાંઆવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અગાઉ પણ 3 પોલીસ કર્મીઓ કોરોનાનો શિકાર બન્યા છે. તો સાથે સાથે અમદાવાદનાં બે પોલીસ સ્ટેશન ઇનચાર્જ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું વિદિત છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….