Not Set/ વડોદરા/ તાલીમાર્થી પોલીસ કર્મીઓ બન્યા કોરોનાનો શિકાર, એકસાથે 19 પોઝિટીવ આવતા ફફડાટ

ગુજરાત રાજ્યના અમદવાદ, સુરત બાદ હવે વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે.  જ્યાં તાલીમાર્થી પોલીસ કર્મીઓ કોરોનાનો શિકાર બન્યા છે.20 તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાંથી 19 પોલીસ તાલીમાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.ત્યારે વડોદરાની PTS માં કુલ 472 પોલીસ કર્મીઓ છે ત્યારે  તાલીમાર્થી પોલીસ કર્મીઓમાં ભયનો […]

Gujarat Vadodara
d7d217b5fb6219a1a8a28f15f0b90702 વડોદરા/ તાલીમાર્થી પોલીસ કર્મીઓ બન્યા કોરોનાનો શિકાર, એકસાથે 19 પોઝિટીવ આવતા ફફડાટ

ગુજરાત રાજ્યના અમદવાદ, સુરત બાદ હવે વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. વડોદરાની પોલીસ ટ્રેનિગ સ્કુલમાં હવે કોરોના પહોંચ્યો છે.  જ્યાં તાલીમાર્થી પોલીસ કર્મીઓ કોરોનાનો શિકાર બન્યા છે.20 તાલીમાર્થીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાંથી 19 પોલીસ તાલીમાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.ત્યારે વડોદરાની PTS માં કુલ 472 પોલીસ કર્મીઓ છે ત્યારે  તાલીમાર્થી પોલીસ કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના લાલબાગ વિસ્તારમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં હાલ 471 જવાનો તાલીમ લઈ રહ્યાં છે. આ જવાનોમાંથી કેટલાકને શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો હતી. જેથી તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે આ જવાનોમાંથી 30માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા 19 તાલીમાર્થીઓનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામ તાલીમાર્થીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.