Not Set/ વડોદરા/ શહેર મધ્યેથી વહેતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન બન્યો છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફૂટ પહોંચી ગઇ છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચી જતા વડોદરામાં પુરની સ્થિતિ સર્જાઇ શકે છે.  ત્યારે મંત્રી યોગેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી છે. બેઠકમાં નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સુચના અપાઇ. તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને 24 કલાક કાર્યરત […]

Gujarat Vadodara
2aa4c3a0b2aef5b27c22d0fee3cc79c8 વડોદરા/ શહેર મધ્યેથી વહેતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતમાં મેઘો મહેરબાન બન્યો છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફૂટ પહોંચી ગઇ છે. વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચી જતા વડોદરામાં પુરની સ્થિતિ સર્જાઇ શકે છે.  ત્યારે મંત્રી યોગેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી છે. બેઠકમાં નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સુચના અપાઇ. તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને 24 કલાક કાર્યરત કરી અધિકારીઓની નિમણૂંક કરવા આદેશ કર્યો. અવ્યવસ્થા સર્જાઇ તો તે માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ રાહત કામગીરી માટે તૈયાર રહેવા પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.

વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. જેથી હવે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ ઉભુ થવાની શક્યતા છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22 ફૂટે પહોંચી ગયું છે. વિશ્વામિત્રી નદીકાંઠાનાં લોકોનું પાલિકા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. 33 પરિવારોનાં 129 લોકોનું સ્થળાંતર કરાયું છે.

આજવા સરોવરનાં જળસ્તરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. આજવાનાં 62 દરવાજાની ઉપરથી પાણી વહી રહ્યાં છે.  આજવા સરોવરની જળસપાટી 211.50 ફૂટ  છે.  સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાંથી 87 લોકોનું સ્થળાંતર કરાયું છે. કારેલીબાગ જલારામનગર ખાતેથી પણ 20 લોકોને ખસેડાયા છે. ઉંડેરા ખાતે પણ 22 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.