Not Set/ વડોદરા સીમાંકન વિવાદ/ સરકારની નજર ગામની આસપાસ આવેલાં લગડી જેવાં પ્લોટો પર છે, માટે જ….

વડોદરામાં જિલ્લાનાં 7 ગામોને શહેરની સીમામાં સમાવવા સામે ગ્રામજનોનો વિરોધ સતત ઉગ્ર બનતો જાય છે. સેવાસી અને ઉંડેરા બાદ આજે ભાયલીનાં ગ્રામજનો પણ વિરોધમાં ઉતર્યા હતાં. ગ્રામજનોનાં આ આંદોલનમાં હવે ભાજપનાં પુર્વ ધારાસભ્ય બાલુ ઢોલાર પણ કુદી પડ્યાં છે.. તેમને પણ સરકાર સામે મેદાને પડી ગ્રામજનોને સમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં રાજ્ય સરકારે બહાર પાડેલું […]

Gujarat Vadodara
f558b5bbe65f7ef19d26096478101a4c વડોદરા સીમાંકન વિવાદ/ સરકારની નજર ગામની આસપાસ આવેલાં લગડી જેવાં પ્લોટો પર છે, માટે જ....

વડોદરામાં જિલ્લાનાં 7 ગામોને શહેરની સીમામાં સમાવવા સામે ગ્રામજનોનો વિરોધ સતત ઉગ્ર બનતો જાય છે. સેવાસી અને ઉંડેરા બાદ આજે ભાયલીનાં ગ્રામજનો પણ વિરોધમાં ઉતર્યા હતાં. ગ્રામજનોનાં આ આંદોલનમાં હવે ભાજપનાં પુર્વ ધારાસભ્ય બાલુ ઢોલાર પણ કુદી પડ્યાં છે.. તેમને પણ સરકાર સામે મેદાને પડી ગ્રામજનોને સમર્થન જાહેર કર્યું છે.

તાજેતરમાં રાજ્ય સરકારે બહાર પાડેલું એક નોટિફિકેશન વડોદરામાં વિરોધનું મુખ્ય કારણ બન્યું છે. આ નોટિફિકેશન મુજબ વડોદરા શહેરની અડીને આવેલાં 7 ગામોને મહાનગર પાલિકાની હદમાં સમાવવાનો નિર્ણય કરાયો છે. ભાયલી, બીલ, સેવાસી, ઉંડેરા, વડદલા, વેમાલી અને કરોડીયા ગામોને શહેરમાં સમાવવાનો જ્યારથી નિર્ણય લેવાયો છે ત્યારથી વિવાદનો મધપૂડો છેડાયો છે. આ તમામ ગામનાં લોકો સરકારનાં નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. અગાઉ સેવાસી અને ઉંડેરા ગામનાં લોકો આ મામલે રોડ પર ઉતર્યા હતાં. આજે ભાયલીનાં ગ્રામજનો સરકાર સામે મેદાને પડ્યાં હતાં.  ભાયલી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઇ ગ્રામજનોએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં.  અને પોતાનાં ગામને શહેરમાં સમાવવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનું માનવું છે કે, મહાનગરપાલિકામાં જોડાવાથી તેઓને જે પ્રાથમિક સુવિધા હમણાં ગ્રામ પંચાયતમાં મળે છે તેવી પાલિકામાં નહીં મળે. ગામલોકોને એ પણ આક્ષેપ છે કે, હવે સરકાર અને મહાનગરપાલિકાની નજર ભાયલી અને અન્ય ગામોની આસપાસ આવેલાં લગડી જેવાં પ્લોટો પર છે. જેથી આ ગામોને શહેરમાં સમાવવામાં આવી રહ્યાં છે.

રાજ્ય સરકારનાં આ નિર્ણયે પરિવારમાં પણ ભાગલા પડાવી દીધાં છે. ભાયલીનાં સરપંચ દર્પણ પટેલ સરકારનાં આ નિર્ણયનાં સમર્થનમાં છે, જ્યારે સરપંચને બાદ કરતાં ગામનાં તમામ લોકો સરકારનાં નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે.  સરપંચનાં પિતા મહેશભાઇ પટેલ પણ પોતાનાં પુત્ર અને સરકારનાં વિરોધમાં ઉતર્યા છે. સરપંચનાં પિતાએ ગ્રામજનો સાથે જોડાઇ જઇ પોતાનાં સરપંચ પુત્ર અને સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો.

7 ગામોનાં આ વિરોધે વડોદરા જિલ્લાનાં રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. કારણ કે, ભાજપનાં ગત ટર્મનાં ધારાસભ્ય બાલુ ઢોલાર પણ હવે સરકાર સામે મેદાને પડી ગ્રામજનોનાં સમર્થનમાં ઉતરી આવ્યાં છે. ડભોઇનાં પુર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે, સાથે જ તેમને ગ્રામજનો સાથે મળી સરકાર સામે આંદોલનનાં મંડાણ કરવાની ચેતવણી પણ સરકારને આપી છે.

બાલકૃષ્ણ પટેલ ઉપરાંત ભાજપનાં અન્ય એક પુર્વ ધારાસભ્ય પણ આ મામલે ગ્રામજનોનાં સમર્થનમાં છે. બાલુ ઢોલાર અગાઉ પાદરાનાં પુર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાએ પણ સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરી ગ્રામજનોને સમર્થન જાહેર કર્યું હતું.  હવે જ્યારે એક પછી એક ભાજપનાં જ રાજકીય અગ્રણીઓ ગ્રામજનોનાં સમર્થનમાં આવી રહ્યાં છે ત્યારે વડોદરામાં સરકાર સામે ગ્રામજનોનાં આંદોલનને વધુ બળ મળી રહ્યું છે.  જેનાથી રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે.

અમિત ઠાકોર, મંતવ્ય ન્યુઝ, વડોદરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.