Not Set/ વડોદરા/ હિટ એન્ડ રનમાં બે લોકોનાં મોત, કારચાલક ફરાર

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે.  ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી છે.વડોદરાના તરસાલી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં કારચાલકે બાઈક પરથી પસાર થઈ રહેલ બે લોકોને અડફેટે લીધા હતા. જેના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય […]

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે.  ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાથી સામે આવી છે.વડોદરાના તરસાલી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં કારચાલકે બાઈક પરથી પસાર થઈ રહેલ બે લોકોને અડફેટે લીધા હતા. જેના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય છે. આ મામલે પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી કારચાલકને શોધવા તપાસ શરૂ કરી છે. 

મળતી માહિતી અનુસાર, ગાગરેટિયા ગામના રહેવાસી ચંદ્રેશભાઈ તડવી તથા તેનો સાથી મિત્ર પોતાની મોટર સાઇકલ લઈને નીકળ્યા હતા. ત્યારે તરસાલી ચોકડી તરફ જતા સમયે એક કારે ધડાકાભેર મોટરસાઇકલને અથડાવી હતી. ત્યારે બંને યુવકોન કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ 108 ના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.