Not Set/ વડોદરા/ SSG કોવીડ સેન્ટરના ICUમાં લાગી ભીષણ આગ

હજુ અમદાવાદમાં શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ઘટનાની સ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર આજે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગવાનો બનાવ બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની જાણ થતા જ સ્થળ ઉપર પહોંચેલા ફાયર બ્રિગેડ ના જવાનો એ વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. લાઈટો બંધ થઈ […]

Gujarat Vadodara
d287330f261bb5222fdd17c6abb2d311 વડોદરા/ SSG કોવીડ સેન્ટરના ICUમાં લાગી ભીષણ આગ

હજુ અમદાવાદમાં શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ઘટનાની સ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર આજે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગવાનો બનાવ બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાની જાણ થતા જ સ્થળ ઉપર પહોંચેલા ફાયર બ્રિગેડ ના જવાનો એ વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી હતી. જો કે ફાઈર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લીધા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આગ લાગે તો શું કરવું અંગે હજુ બે દિવસ પહેલા જ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને હકીકત માં વાસ્તવિક આગ ની ઘટના બનતા તંત્ર એ આગ ને કાબુ માં લેવા સફળતા મળી હતી.

નોધનીય છે કે, રાજ્ય માં આ અગાઉ પણ કોવીડ હોસ્પીટલમાં આગની ઘટના બની ચુકી છે. જેમાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય કોવિડ હોસ્પિટલમાં ગત તા.6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેમા કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીઓના મોત થયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી ત્યારબાદ આવીજ ઘટના તા.25 ઓગસ્ટે બની હતો જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતા જ 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી. તેમજ સ્થાનિકોએ ICU વિભાગમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવતા તમામ નો બચાવ થયો હતો અને આ પ્રકારની આ ત્રીજી ઘટના બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.