Not Set/ વિક્રમ ભટ્ટ: મને નથી લાગતું કે જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ તેમની કારકિર્દી માટે મને શ્રેય આપે છે અને ના તેમને આપવો પણ જોઈએ

દિગ્દર્શક વિક્રમ ભટ્ટ જે હાલ તેમની હોરર-રોમાંચક ફિલ્મ 1921 ની શૂટિંગ કરી રહ્યા છે, તેમણે બૉલીવુડમાં ઘણા લોકોની કારકિર્દી બનાવી છે. તેમણે બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ જેવા અભિનેતાઓની ફિલ્મ કારકિર્દીને બૂસ્ટ કર્યું છે. પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમને આના માટે શ્રેય આપે છે, ત્યારે તે કહે છે, “મને નથી લાગતું કે તેમને આભારી […]

Entertainment
news2406 વિક્રમ ભટ્ટ: મને નથી લાગતું કે જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ તેમની કારકિર્દી માટે મને શ્રેય આપે છે અને ના તેમને આપવો પણ જોઈએ

દિગ્દર્શક વિક્રમ ભટ્ટ જે હાલ તેમની હોરર-રોમાંચક ફિલ્મ 1921 ની શૂટિંગ કરી રહ્યા છે, તેમણે બૉલીવુડમાં ઘણા લોકોની કારકિર્દી બનાવી છે. તેમણે બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ જેવા અભિનેતાઓની ફિલ્મ કારકિર્દીને બૂસ્ટ કર્યું છે.

પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમને આના માટે શ્રેય આપે છે, ત્યારે તે કહે છે, “મને નથી લાગતું કે તેમને આભારી હોવું જોઈએ. હું હજુ પણ બિપાશા સાથે સંપર્કમાં છું (જેના સાથે મેં 2002 હિટ રાઝ માં કામ કર્યું હતું). મેં જોહનનેને પ્રથમવાર એતબાર(2004) માટે ફાઇનલ કર્યો હતો, પણ તે ક્યાંક વચ્ચે અટવાઇ ગયું હતું અને તેના બદલે જિઝમ (2003) તેની પ્રથમ ફિલ્મ બની હતી. મને નથી લાગતું કે તેઓ તેમના કારકિર્દી માટે મને શ્રેય આપે છે, પરંતુ મેં પણ તેમને રોલ કોઈ અહેસાન તરીકે નતો આપ્યો.”

48 વર્ષીય ભટ્ટ ઉમેરે છે કે, “મારી ફિલ્મ માટે મને પ્રતિભાશાળી અભિનેતાઓની જરૂર હતી, અને મેં તેમનામાં એ પોટેન્શિયલ જોયું હતું. તેમને બદલામાં એક પ્લેટફોર્મની જરૂર હતી, મેં તેમને કાસ્ટ કરીને કઈ અહેસાન ના કર્યો હતો.”