Not Set/ વિજય માલ્યાને પકડવા મોદીએ થેરીસા મે પાસે માંગ્યો સહયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટ દરમિયાન બ્રિટિશ પીએમ થેરીસા સાથે વાત કરીને ભારતના ભાગેડુ આર્થિક અપરાધી સામે મદદ કરવાનો આગ્રહ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન મોદીએ થેરીસાની સામે ભાગેડુ વિજય માલ્યાને ભારત પરત લાવવામાં સહયોગ કરવાની વાત કરી છે. આવામાં પીએમ મોદી અને ટેરીસા સાથે થયેલ વાતચીત બહુ જ મહત્ત્વની માનવામાં […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 સમિટ દરમિયાન બ્રિટિશ પીએમ થેરીસા સાથે વાત કરીને ભારતના ભાગેડુ આર્થિક અપરાધી સામે મદદ કરવાનો આગ્રહ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન મોદીએ થેરીસાની સામે ભાગેડુ વિજય માલ્યાને ભારત પરત લાવવામાં સહયોગ કરવાની વાત કરી છે. આવામાં પીએમ મોદી અને ટેરીસા સાથે થયેલ વાતચીત બહુ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુરુવારે માલ્યાના કેસમાં થયેલી સુનવણી દરમિયા તેના વકીલોએ બ્રિટિશ કોર્ટમાં ભારતીય જેલોની ખરાબ પરિસ્થિતિ વિશે વાત કરી હતી. લાગે છે કે, વિજય માલ્યાને અહેસાસ થઈ ગયો છે કે, તેમનું ભારત પ્રત્યાપર્ણ સંબંધિત ચાલી રહેલા કેસનો નિર્ણય તેના વિરુદ્ધમાં આવશે અને તેને ભારત પરત આવવું પડશે.બીજી તરફ, ભારત સરકારને પણ લાગી રહ્યું છે કે, માલ્યા જેલની સારી સ્થિતિ ન હોવાનો મુદ્દો આગળ કરીને જોરશોરથી ઉઠાવી શકે છે. આવામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ રાજીવ મહર્ષિએ 23 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સુમિત મ્યુલિકને પત્ર લખીને રાજ્યમાં જેલોની સ્થિતિને લઈને પૂછપરછ કરી છે. હકીકતમાં, સંભાવના એવી છે કે, ભારત વાપસી પર માલ્યાને મુંબઈના આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.કેન્દ્રીય ગૃહ સચિવનો પત્ર મળતા જ મ્યૂલિકે તેને અતિરિક્સ મુખ્ય સચિવ એસ.કે શ્રીવાસ્તવને મોકલી આપ્યો છે.