Not Set/ અર્જુન કપૂરનાં શર્ટલેશ ફોટો પર મલાઇકાએ કરી આ કોમેન્ટ

અરબાઝ ખાન સાથે છુટાછેડા થયા બાદ મલાઇકા અરોરાનાં અર્જુન કપૂર સાથે રિલેશનમાં હોવાની ચર્ચાએ ઘણુ જોર પકડ્યુ હતુ. છેલ્લા ઘણા સમયથી તે બંન્નેનાં લગ્નની પણ વાતો ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં હંમેશા પ્રકાશમાં રહેતા અર્જુન અને મલાઇકા એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા રહે છે. હાલમાં અર્જુન કપૂરે પોતાની શર્ટલેશ ફોટો શેર કરી હતી, […]

Uncategorized
pjimage 49 અર્જુન કપૂરનાં શર્ટલેશ ફોટો પર મલાઇકાએ કરી આ કોમેન્ટ

અરબાઝ ખાન સાથે છુટાછેડા થયા બાદ મલાઇકા અરોરાનાં અર્જુન કપૂર સાથે રિલેશનમાં હોવાની ચર્ચાએ ઘણુ જોર પકડ્યુ હતુ. છેલ્લા ઘણા સમયથી તે બંન્નેનાં લગ્નની પણ વાતો ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં હંમેશા પ્રકાશમાં રહેતા અર્જુન અને મલાઇકા એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા રહે છે. હાલમાં અર્જુન કપૂરે પોતાની શર્ટલેશ ફોટો શેર કરી હતી, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. જો કે તેના શર્ટલેશ ફોટો સિવાય દરેકનું ધ્યાન મલાઇકાની કોમેન્ટ પર વધારે ગયુ છે.

અર્જુન કપૂરે આ ફોટો શેર કરતા લખ્યુ છે કે, “વોરિયર મોડ ઓન.” અર્જુનનાં આ ફોટો પર મલાઇકાએ બાયસેપ્સ ઇમોજી પોસ્ટ કરી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી અર્જુન કપૂરને તેના લગ્નને લઇને સવાલ પૂછવામાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યુ કે, હુ કોઇ એક વ્યક્તિને પણ આ વિશે દોષી નથી માની રહ્યો. મને ખબર છે કે મારા લગ્નને લઇને મારા ફેન ઘણા ઉત્સાહી છે. અર્જુને વધુમાં કહ્યુ કે, મને લાગે છે કે મીડિયા સમ્માનજનક રહી છે. તેમણે મને ઘણો સ્પેસ આપ્યો છે. આ કારણથી હુ કશું પણ કરીશ તો છુપાવીશ નહી. જો હુ લગ્ન પણ કરીશ તો તેને પણ જાહેર કરીશ. આ કોઇ છુપાવવાની વાત પણ નથી. સાથે અર્જુને કહ્યુ કે, જો હુ છુપાઇને લગ્ન કરુ છુ તો મારા પરિવારને તે પસંદ નહી આવે. આ પણ એક કારણ છે કે હુ એવુ કઇ પણ કરીશ તો તેને જાહેર જરૂર કરીશ.

Instagram will load in the frontend.

malaika arora અર્જુન કપૂરનાં શર્ટલેશ ફોટો પર મલાઇકાએ કરી આ કોમેન્ટ

બીજી તરફ મલાઇકા અરોરાનાં છુટાછેડા બાદથી જ અર્જુન કપૂર સાથે તેના રિલેશન હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે મલાઇકાનાં છુટાછેડા ન થાય તે માટે સલમાન ખાને ઘણો પ્રયત્ન કર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જો કે આખરે તેણે અરબાઝથી અલગ થવાનું પસંદ કરતા છુટાછેડા લઇ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.