Not Set/ વિધાનસભાની ચુંટણી પહેલા પેટ્રોલના ભાવ ઘટવાના સંકેત

ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા પેટ્રોલના ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના સેલ્સ ટેક્સ અને વેટમાં ઘટાડો કરવામાં આવેલી અપીલ બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ આદેશ આપ્યા છે. આ આદેશ અનુસાર રાજ્યમાં સેલ્સ ટેક્સ અને વેટમાં ઘટાડો ટુંક જ સમયમાં કરી પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવશે. આ સંકેતના ભાગરૂપે સંબધિત અધિકારીઓને […]

Top Stories Gujarat
fuel saving વિધાનસભાની ચુંટણી પહેલા પેટ્રોલના ભાવ ઘટવાના સંકેત

ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલા પેટ્રોલના ભાવ ઘટવાના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના સેલ્સ ટેક્સ અને વેટમાં ઘટાડો કરવામાં આવેલી અપીલ બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ આદેશ આપ્યા છે. આ આદેશ અનુસાર રાજ્યમાં સેલ્સ ટેક્સ અને વેટમાં ઘટાડો ટુંક જ સમયમાં કરી પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવશે. આ સંકેતના ભાગરૂપે સંબધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ૨૬ ટકા વેટ લગાવવામાં આવે છે. ત્યારે આ ટેક્સમાં ઘટાડો થવાથી મહદંશે મોઘવારીનો માર ઝીલતા લોકોને લાભ મળશે.