Not Set/ વિરાટને એક સેલિબ્રીટી સિંગર મામાએ લીધો આડે હાથ

થોડાં સમય પહેલાં જ ક્રિકેટર્સ વિરાટ કોહલી, શિખર ધવન,યુવરાજ સિંહ તથા રોબિન ઉથપ્પાએ તાજેતરમાં જ એક વીડિયો શૅર કર્યો હતો અને અપીલ કરી હતી કે પેરેન્ટ્સે આ રીતે બાળકોને ટ્રિટ કરવા જોઈએ નહીં. 3 વર્ષની નાનકડી બાળકી હયા બોલિવૂડ સિંગર્સ તોશી તથા શરીબ સબરીની બહેનની દીકરી  છે. તોશીને જ્યારે આ વીડિયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે […]

Entertainment
toshi 1503468793 વિરાટને એક સેલિબ્રીટી સિંગર મામાએ લીધો આડે હાથ
થોડાં સમય પહેલાં જ ક્રિકેટર્સ વિરાટ કોહલી, શિખર ધવન,યુવરાજ સિંહ તથા રોબિન ઉથપ્પાએ તાજેતરમાં જ એક વીડિયો શૅર કર્યો હતો અને અપીલ કરી હતી કે પેરેન્ટ્સે આ રીતે બાળકોને ટ્રિટ કરવા જોઈએ નહીં. 3 વર્ષની નાનકડી બાળકી હયા બોલિવૂડ સિંગર્સ તોશી તથા શરીબ સબરીની બહેનની દીકરી  છે.
તોશીને જ્યારે આ વીડિયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું, ”ફેમિલીના વોટ્સએપ ગ્રૂપ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી અને શિખર ધવનને અમારા બાળકો વિશે શું ખબર. હમારે બચ્ચે કે બારે મેં હમે પતા હૈં ના કી હમારા બચ્ચા કૈસા હૈં. ઉસકા નેચર હૈં વૈસા…અગલે હી પલ વો ખેલને ચલી જાતી હૈં. અગર આપ ઉસકો છોડ દો તો કહેંગી મૈં મજાક કર રહી થી. ઉસકે નેચર કી વજહ સે છોડ દેંગે તો વો પઢાઈ ભી નહીં કર પાયેંગી.”
પરિવારને ખ્યાલ જ નહોતો કે આ વીડિયો વાયરલ થઈ ગયો છે. ”વો વીડયો એક મા કા વીડિયો હૈં, અપને ભાઈ ઔર હસબન્ડ કો દિખાને કે લિયે બનાયા થા કી બચ્ચી બહુત જિદ્દી હો ગઈ હૈં.” તોશીએ વધુમાં ઉમેર્યું હતું કે બાળકો શીખે તે જરૂરી છે પછી ભલે તે વધુ પડતાં નખરા કરે કે નાટક કરે. ”નર્સરીમાં તેને હોમવર્ક આપવામાં આવ્યું હતું અને તેણે ખાલી નંબર્સ લખવાના હતાં. જો તે આ રીતે રડી કરીને પોતાની વાત મનાવી લેશે તો તે ક્યારેય શીખી શકશે નહીં. રડવા કરવાનું માત્ર જે-તે ક્ષણ માટે હોય છે. જેથી તેની મોમ તેને ભણાવે નહીં અને રમવા જવા દે. તે માત્ર અઢી-ત્રણ વર્ષની છે. આ કંઈ મોટી વાત નથી. દરેક ઘરમાં બાળકોની અલગ જીદ હોય છે, અલગ-અલગ પ્રકારના બાળકો હોય છે. આ બાળકી વધુ પડતી જીદ્દી છે અને અમારી લાડલી છે. જ્યારે લોકોને આ હદે ખરાબ લાગી રહ્યું છે તો તે મા છે.”