Not Set/ વિશ્વનાં અનેક દેશો દવાઓ મેળવવા ભારત સમક્ષ કતારમાં, જગતે સ્વીકાર્યું કે, ભારત જ ઉગારવા માટે સમર્થ

વિશ્વનાં અનેક દેશો દવાઓ મેળવવા ભારત સમક્ષ કતારમાં, જગતે સ્વીકાર્યું કે, હાલનાં સમયમાં ભારત જ ઉગારવા માટે સમર્થ છે.  ભારત જર્મનીની 50 લાખ અને અમેરિકાને 36 લાખ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ આપશે. કોરોના સંકટમાં ભારત અને ભારતનાં PM મોદી અનેક રીતે તારણહાર બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. દવાઓની સાથે સાથે ભારત દવાઓ બનાવવાનો કાચો માલ પણ દુનિયાને આપી રહ્યું છે. ઉલ્લેખનીય […]

India

વિશ્વનાં અનેક દેશો દવાઓ મેળવવા ભારત સમક્ષ કતારમાં, જગતે સ્વીકાર્યું કે, હાલનાં સમયમાં ભારત જ ઉગારવા માટે સમર્થ છે.  ભારત જર્મનીની 50 લાખ અને અમેરિકાને 36 લાખ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ આપશે. કોરોના સંકટમાં ભારત અને ભારતનાં PM મોદી અનેક રીતે તારણહાર બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. દવાઓની સાથે સાથે ભારત દવાઓ બનાવવાનો કાચો માલ પણ દુનિયાને આપી રહ્યું છે. ઉલ્લેખનીય ચે કે, હિન્દુસ્તાન પેરાસીટામોલનું સૌથી મોટું ઉત્પાદક છે. 

વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ભારત ખરેખર વિશ્વગુરુ બની રહ્યું છે. કોરોના સામેની લડાઈમાં ભારત દેવદૂત રૂપે બહાર આવ્યુ છે. જે પોતાની ૧.૩ અબજની વસ્તીની જરૂરીયાતોને જાણે છે પણ જ્યારે સમગ્ર માનવજાત એક ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેણે પોતાનુ દિલ જ નહીં પણ દવાઓના ભંડાર પણ ખુલ્લા  મુકયા છે. અમેરિકા જેવી મહાશકિત હોય કે યુરોપીય દેશો અથવા સાર્કના પોતાના સહયોગી, ભારતે દરેક દેશને પોતાને ત્યાં ઉપલબ્ધ દવાઓ મોકલી છે, ઉદ્દેશ ફકત એટલો જ છે કે આ ભયાનક તોફાનથી માનવજાતને બચાવવામાં આવે. એએનઆઈના રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે ભારતે હાઈડ્રોકસીકલોરોકવીન  (એચસીકયુ) ટેબ્લેટ આપવા માટે ૧૩ દેશોની યાદી બનાવી છે. અમેરિકાએ ૪૮ લાખ ટેબ્લેટ માંગી હતી પણ અત્યારે તેને ૩૬ લાખ ટેબ્લેટ અપાશે. જર્મનીને પણ ૫૦ લાખ ટેબ્લેટ મોકલવામાં આવશે. આ યાદી મુજબ પાડોશી દેશ અને સાર્ક સહયોગી બાંગ્લાદેશને ૨૦ લાખ, નેપાળને ૧૦ લાખ, ભૂટાનને બે લાખ, શ્રીલંકાને ૧૦ લાખ, અફઘાનિસ્તાનને પણ પાંચ લાખ અને માલદીવને બે લાખ ટેબ્લેટ આપવામાં આવશે. 

ભારત અમેરિકા, બ્રાઝીલ અને જર્મનીને એકટીવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીયન્ટસ (એપીઆઈ) મોકલશે જેનો ઉપયોગ જરૂરી દવા બનાવવામાં કરવામાં આવે છે. અમેરિકાને ૯ ટન, જર્મનીને ૧.૫ ટન અને બ્રાઝીલને ૦.૫ ટન અને એપીઆઈ અપાઈ છે. ન્યુકલીયર હથિયારથી માંડીને ટ્રેડ વ્યાપાર સુધી ભારત સામે આંખો કાઢતા, એનએસજીના સભ્યપદથી માંડીને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદમાં રોડા નાખનારા, ભારતની આંતરીક બાબતોમાં વિના કારણે હસ્તક્ષેપ કરનારા દેશો આજે ભારત સામે યાચકની મુદ્રામાં ઉભા છે. ભારતની તાકાતનું અનુમાન દુનિયાના શકિતશાળી દેશોથી માંડીને વિકાસશીલ અને નાના દેશોને પણ છે, પણ ભારતની તેમને કયારેક જરૂર પડશે. કોરોના દર્દીઓની સારવારમાં વપરાતી એન્ટી મેલેરીયા મેડીસીન એચસીકયુ અને પેરાસીટામોલ આનુ મુખ્ય કારણ છે કેમ કે ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.