Not Set/ વીરપુરમાં આજે જલારામબાપાની 217મી જન્મ જ્યંતિની ઉજવણી

આજે તા.7 એટ્લે કે જલારામ જ્યંતિ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમા આજે જલારામ જ્યંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે જલારામબાપાના વીરપુરમાં આજે જલારામબાપાની 217મી જન્મ જ્યંતિમાં જલારામમય બન્યુ છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી ભાવિકોનો ઘોડાપુર ઉંમટયૉ છે. સમગ્ર વીરપુર એક તહેવારમાં ફેરવાય ગયુ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલની પાસે વિરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલું છે.અહીં જલારામ […]

Gujarat Navratri 2022

vlcsnap-error093

આજે તા.7 એટ્લે કે જલારામ જ્યંતિ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમા આજે જલારામ જ્યંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે જલારામબાપાના વીરપુરમાં આજે જલારામબાપાની 217મી જન્મ જ્યંતિમાં જલારામમય બન્યુ છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી ભાવિકોનો ઘોડાપુર ઉંમટયૉ છે. સમગ્ર વીરપુર એક તહેવારમાં ફેરવાય ગયુ છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલની પાસે વિરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલું છે.અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે,ત્યાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.આ યાત્રાધામ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી 52 કિ.મી.અને જુનાગઢથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે. આજે પ્રસિધ્ધ સંત જલારામ બાપાની 217મી જન્મ જ્યંતિ છે ત્યારે સમગ્ર વીરપુરમાં આજે ઘરે ઘરે દીવા પ્રગટ્યા છે. ઘરનાં આગણે રંગોળી કરાઈ છે.21 કિલોની કેક કાપી,ફટાકડા ફોડી ઉજવણી કરાઈ રહી છે.અને વીરપુરને સુશોભિત કરાયું છે.સમગ્ર વીરપુરમાં આજે દિવાળી જેવો માહોલ છે.
પ્રસિદ્ધ સંત જલારામ જ્યંતિ નીમિતેં આજે ગુજરાત સહીત સૌરષ્ટ્રમાંથી વિરપુરમા લાખો લોકો દર્શને ઉમટી પડ્યા છે.પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દવારા સેવા અપાઈ રહી છે.ભાવિકોની દર્શન માટે લાંબી કતારો લાગી છે. વીરપુરની બજાર સહીત ગામમાં ભાવિકો ઉમટી પડ્યા છે.ત્યારે વીરપુર જલારામ મંદીર ભોજનાલય દવારા ભાવિકો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જય જલારામના નાદ સાથે વીરપુર ગામમા ભવ્ય શોભાયાત્રા નીકળશે અને લાખો ભક્તો શોભાયાત્રાના દર્શન કારી ધન્યતા અનુભવશે.