Not Set/ વેનેઝુએલાની જેલમાં તોફાન, 68 કેદીઓના મોત

વેનેઝુએલાની જેલમાંથી ભાગવાની કોશિશ કરી રહેલા કેદીઓને રોકવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 68 કેદીઓના મોત થયા છે. અર્ટોની જરનલએ આ વિષે બુધાવરે માહિતી આપી હતી. આ ઘટના ઉત્તરી વેલેનસિયા નામના શહેરમાં બની હતી. મળતી માહિતી મુજબ જેલની અંદર કેટલા કેદીઓના જૂથોની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. તે પછી ઉગ્ર સ્વરૂપ લેતા જેલમાં દંગા જેવી […]

World
4AA838B400000578 0 image a 107 1522302424973 વેનેઝુએલાની જેલમાં તોફાન, 68 કેદીઓના મોત

વેનેઝુએલાની જેલમાંથી ભાગવાની કોશિશ કરી રહેલા કેદીઓને રોકવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 68 કેદીઓના મોત થયા છે. અર્ટોની જરનલએ આ વિષે બુધાવરે માહિતી આપી હતી. આ ઘટના ઉત્તરી વેલેનસિયા નામના શહેરમાં બની હતી.

મળતી માહિતી મુજબ જેલની અંદર કેટલા કેદીઓના જૂથોની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. તે પછી ઉગ્ર સ્વરૂપ લેતા જેલમાં દંગા જેવી હાલત ઉભી થઈ ગઈ હતી. કેટલાક કેદીઓએ પોલીસ પર હુમલો પણ કરી દીધો હતો અને જેલમાંથી ભાગવાની કોશિશ પણ કરી હતી.

Venezuela prison Venezuela prison jail Venezuela prison riot Venezuela prison fire Venezuela prison killed Venezuela prison 938587 વેનેઝુએલાની જેલમાં તોફાન, 68 કેદીઓના મોત

પોલીસના કહેવા મુજબ જેલમાં ખુબ જ ભયંકર સ્થિતિ ઉભી થઈ ગઈ હતી જેમાં કેટલાક કેદીઓના સમૂહોએ એક બીજા પણ હુમલો શરુ કીધો હતો જેને રોકવા માટે અમારે ગોળીબાર કરવાની ફરજ પડી હતી. પરંતુ ખુબ જ ભીડ અને કેદીઓની ભાગદોડના કારણે આ ઘટના ખુબ જ મોટી બની ગઈ હતી.

વેનેઝુએલાની જેલમાં તોફાન, 68 કેદીઓના મોત

આ ઘટનાની જાણ થતા જ જેલની બહાર કેદીઓના પરિવારો આવી પહોંચ્યા હતા અને પ્રદર્શનો શરુ કરી દીધા હતા. કેટલાક લોકો ત્યાં ખુબ જ રડી રહ્યા હતા અને ગુસ્સે થયેલા પરિજનોના પોલીસના આમનેસામને આવી ગયા હતા. આખો દિવસ જેલની અંદર અને બહાર હંગામાની સ્થિતિ બનીને રહી હતી. સુત્રોના જણાવ્યાં પ્રમાણે આ જેલમાં કેદીઓ ડ્રગ્સ, મશીનગન અને જેલમાં છુપી રીતે બનાવેલા હથીયારો રાખતા હ્તા. ફોરેન્સિક ટીમ આ દિશામાં હાલ તપાસ કરી રહી છે.