બાંગ્લાદેશ/ એક સપ્તાહ માટે લોકડાઉન, આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનાર સૌ પ્રથમ સાઉથ એશિયન દેશ

વૈશ્વિક મહામારી કરોના વાઇરસ વિશ્વ આખામાં પોતાનો કહેર મચાવી રહ્યું છે. વર્ષ 2020 ની માફક ફરી એકવાર રસીકરણ કાર્યક્રમ હોવા છતાય વૈશ્વિક સ્તરે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories World
rahul gandhi rakesh tikait 2 એક સપ્તાહ માટે લોકડાઉન, આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનાર સૌ પ્રથમ સાઉથ એશિયન દેશ

વૈશ્વિક મહામારી કરોના વાઇરસ વિશ્વ આખામાં પોતાનો કહેર મચાવી રહ્યું છે. વર્ષ 2020 ની માફક ફરી એકવાર રસીકરણ કાર્યક્રમ હોવા છતાય વૈશ્વિક સ્તરે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં કોરોના ચેપમાં વધારાને કારણે સરકાર દેશમાં એક સપ્તાહના લોકડાઉનને લાગુ કરવા જઈ રહી છે.

બાંગ્લાદેશ સરકારના રાજ્ય પ્રધાન ફરહદ હુસેને જણાવ્યું હતું કે એક બાંગ્લાદેશમાં એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન  આગામી 5 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ વર્ષે લોકડાઉનની જાહેરાત કરનાર પ્રથમ

સાઉથ એશિયન દેશ છે, હુસેને કહ્યું કે લોકડાઉનની ઔપચારિક ઘોષણા કરતી વખતે લોકોને તૈયારી કરવાની તક આપવામાં આવશે.

આ સમયનું લોકડાઉન બાંગ્લાદેશમાં કેટલું કડક હશે અને તેનો અમલ કેવી રીતે થશે, તે અંગે હજી સુધી જાણકારી આપવામાં આવી નથી.  જો કે, ફરહદ હુસેને કહ્યું હતું કે આમાંથી ઇમરજન્સી સેવાઓ મુક્તિ આપવામાં આવશે.

બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર, કોવિડ -19 દર્દીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થયો છે. અધિકારીઓના મતે, બાંગ્લાદેશમાં કોરોના ચેપનો દર 20 ટકાથી વધુ થઈ ગયો છે. એવું નોંધવામાં આવ્યું છે કે શુક્રવારે લગભગ 30,000 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 6,600 લોકોને કોરોના ચેપ હોવાની પુષ્ટિ મળી હતી.  છેલ્લા 24 કલાકમાં બાંગ્લાદેશમાં કોવિડ -19 થી 50 લોકોનાં મોત નીપજ્યાં છે. ગયા વર્ષે કોવિડને કારણે બાંગ્લાદેશમાં લગભગ ત્રણ મહિનાથી લોકડાઉન થયું હતું, જે એપ્રિલ 2020 માં શરૂ થયું હતું.