Not Set/ વોર્નરની 69 રનની તોફાની બેટિંગ, હૈદરાબાદે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું

હૈદરાબાદ. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલ 12 ની આઠમી મેચમાં ડેવિડ વોર્નરના આક્રમક 69 રન અને જોની બેરિસ્ટોના 45 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા, તેના જવાબમાં હૈદરાબાદે વોર્નર અને બેરિસ્ટોની […]

Uncategorized
Warner 123 વોર્નરની 69 રનની તોફાની બેટિંગ, હૈદરાબાદે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું

હૈદરાબાદ.

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલ 12 ની આઠમી મેચમાં ડેવિડ વોર્નરના આક્રમક 69 રન અને જોની બેરિસ્ટોના 45 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા, તેના જવાબમાં હૈદરાબાદે વોર્નર અને બેરિસ્ટોની તોફાની બેટિંગના સહારે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકને હાંસલ કરીને જીત મેળવી હતી.

રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન રોયલ્સની શરૂઆત શાનદાર રહી હતી. અજિંક્ય રહાણે તોફાની બેટિંગ કરીને અર્ધસદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સે 12 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 113 રન કર્યા હતા. સંજૂ સેમસનની સદી (102) અને અજિંક્ય રહાણેની અડધી સદી (70) ની મદદથી રાજસ્થાને 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા.  રહાણે અને સેમસન વચ્ચે બીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી નોંધાઈ હતી. સેમસને શાનદાર બેટિંગ કરતા 54 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી હતી. તે આઈપીએલની આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

રાજસ્થાન રોયલ્સે આપેલા 199 રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદની શરૂઆત શાનદાર રહેતા વોર્નરે 37 બોલમાં 69 રન તેમજ બેરિસ્ટોએ 28 બોલમાં 45 રનની આક્રમક બેટિંગ કરીને પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમના સિવાય વિજય શંકરે પણ 15 બોલમાં 35 રન કરીને રાજસ્થાનને કમબેક કરવાનો કોઈ મોકો આપ્યો નહતો. રોયલ્સ માટે શ્રેયસ ગોપાલે 3 વિકેટ જયારે બેન સ્ટોક્સ અને જય ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી.

બંને ટીમો

રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), જોસ બટલર(વિકેટકિપર), સ્ટિવ સ્મિથ, સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, કૃષ્ણપ્પા ગૌતમ, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી, વરૂણ અરોન, મનન વોહરા, આર્યમન બિરલા, શશાંક સિંહ, લિયામ લિવિંગસ્ટોન, રિયાન પરાગ, સ્ટુઅર્ટ બિન્ની, શુભમ રંજાને, મહિપાલ લોમરોલ, પ્રશાંત ચોપડા, ઈશ સોઢી, ઓશાને થોમસ, સુધીસન મિથુન.

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ભુવનેશ્વર કુમાર(કેપ્ટન), મનીષ પાંડે, માર્ટિન ગુપ્ટિલ, રિકી ભુઈ, ડેવિડ વૉર્નર, દીપક હુડા, મોહમ્મદ નબી, યૂસુફ પઠાણ, શાકિબ અલ હસન, અભિષેક શર્મા, વિજય શંકર, શ્રીવત્સ ગોસ્વામી, જોની બેયર્સ્ટો, રિધ્ધિમાન સાહા, સિદ્દાર્થ કૌલ, ખલીલ અહમદ, રાશિદ ખાન, બાસિલ થમ્પી, બિલી સ્ટેનલેક, ટી નટરાજન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ.