Not Set/ શંકરસિંહ વાઘેલા સામે હાઈકમાન્ડ ઝૂક્યું?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સામે નમતું જોખીને કોંગ્રેસ હાઈકમાન્ડે ભરતસિંહના સ્થાને અર્જુન મોઢવાડિયાને પ્રદેશ પ્રમુખ બનાવાવાનું નક્કી કરી લીધું હોવાનું કહેવાય છે. શનિવારે શંકરસિંહ વાઘેલા શક્તિપ્રદર્શન કરે તે પહેલાં કોંગ્રેસના પ્રમુખ બદલાય જશે તેવી માહિતી સુત્રો પાસેથી મળી છે.  શંકરસિંહ કોંગ્રેસ પ્રમુખની બદલવાની માંગ સાથે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા.   સોનિયા ગાંધી અને રાહુલ […]

Uncategorized

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સામે નમતું જોખીને કોંગ્રેસ હાઈકમાન્ડે ભરતસિંહના સ્થાને અર્જુન મોઢવાડિયાને પ્રદેશ પ્રમુખ બનાવાવાનું નક્કી કરી લીધું હોવાનું કહેવાય છે. શનિવારે શંકરસિંહ વાઘેલા શક્તિપ્રદર્શન કરે તે પહેલાં કોંગ્રેસના પ્રમુખ બદલાય જશે તેવી માહિતી સુત્રો પાસેથી મળી છે.  શંકરસિંહ કોંગ્રેસ પ્રમુખની બદલવાની માંગ સાથે ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા.   સોનિયા ગાંધી અને રાહુલ વિદેશ પ્રવાસે હોવાથી ન મળતા,  મળેલા અહેમદ પટેલે હૈયાધારણા આપી દીધી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે.  અહેમદ પટેલ ગુરુવારે સોનિયા ગાંધીને મળ્યા હતા અને પછી શંકરસિંહ વાઘેલા અહેમદ પટેલ ને મળ્યા હતા.  અહેમદ પટેલે મોવડી મંડળ વતી શંકરસિંહ વાઘેલા ની માગણી સ્વીકારવામાં આવશે તેવી વાત કરી હતી.