અમદાવાદ/ શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળા વધ્યો હોવાના કિસ્સા સામે આવ્યા. હોસ્પિટલમાં જોવા મળી દર્દીની લાંબી લાઈનો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 27T112944.587 શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

Ahmedabad News: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળા વધ્યો હોવાના કિસ્સા સામે આવ્યા. હોસ્પિટલમાં જોવા મળતી લાંબી લાઈનોમાં તાવ, શરદી, કોલેરા અને ટાઈફોઈડ જેવા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી. જૂન મહિનાના અંત સુધીમાં કોલેરાના 39 અને ઝાડા ઉલ્ટીના 1153 કેસ નોંધાયા. પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. વિવિધ વિસ્તારોમાંથી પાણીના અને ખાવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. વિભાગ દ્વારા 3849 પાણીના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા જેમાંથી 89 સેમ્પલ ફેઈલ થયા છે. જો કે શહેરના કેટલાક વિસ્તારોના સ્થાનિકો પાણીજન્ય રોગચાળા મામલે મનપા અધિકારીઓ ધ્યાન ના આપતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હૈદરાબાદથી આવતા સ્ટુડેન્ટને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા તંત્રમાં હલચલ મચી છે.

હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર

ચોમાસાના આરંભ પહેલા જ શહેરમાં તાવ, શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી છે. હીટવેવ બાદ વરસાદનું આગમન થતા ઘણા લોકોને બદલાતા વાતાવરણની અસર થઈ છે. અત્યારે શહેરમાં કયાંક વરસાદ અને બાદમાં બફારાની સ્થિતિ થતા ઘણા લોકોને અસર થઈ રહી છે. હજુ ચોમાસુ જામ્યુ નથી ત્યાં તો પાણીજન્ય રોગચાળો વર્કયો. આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવતા છતાં લોકો વધુ બીમાર પડી રહ્યા છે. વરસાદના આગમન સાથે પાણીજન્ય રોગચાળો વધતા લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. પાણીજન્ય રોગચાળો વધવા સાથે શહેરમાં હાલ સ્વાઈન ફ્લૂનો એક કેસ નોંધાતા વિભાગ દોડતું થયું છે. આ સમયમાં લોકોએ પણ ગરમ પાણી અને સ્વચ્છ પાણી પીવું અને બહારનું ખાવાનું ટાળવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા