Not Set/ શાકભાજીના ભાવમાં ભડકો, મંદીમાં ખોરવાયું ગૃહિણીનું બજેટ

  લોકડાઉન બાદ વાળું એકવાર શાકભાજીના ભાવમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શાકભાજીના ભાવો પર હાલમાં રાજ્યમાં ભારે વરસેલા મેઘ કહેર અને કોવિડ -19 ની અસર જોવા મળી રહી છે. શાકભાજીના વધતા બજેટમાં ગૃહિણીનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગુજરાત સહીત સહિત દેશના ઘણા ભાગોમાં જે શાકભાજી 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો […]

Business
2f3b19e9a8bc6d4af1fd89f979b695a8 શાકભાજીના ભાવમાં ભડકો, મંદીમાં ખોરવાયું ગૃહિણીનું બજેટ
 

લોકડાઉન બાદ વાળું એકવાર શાકભાજીના ભાવમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શાકભાજીના ભાવો પર હાલમાં રાજ્યમાં ભારે વરસેલા મેઘ કહેર અને કોવિડ -19 ની અસર જોવા મળી રહી છે. શાકભાજીના વધતા બજેટમાં ગૃહિણીનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગુજરાત સહીત સહિત દેશના ઘણા ભાગોમાં જે શાકભાજી 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, તે શાકભાજીના ભાવ હવે 100 રૂપિયાને પાર કરી ગયા છે.

Maria United Hong Kong Pvt. Ltd | Fresh Fruit and Vegitable

પહેલા કરતા હવે ભાવ વધ્યા

બ્રોકોલી જેવી શાકભાજી 400 રૂપિયા પ્રતિ કિલોથી તો બટાટા જેવું સર્વમાન્ય શાક  પણ ૩૫ થી ૪૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે. શાકભાજીના વધતા ભાવોથી તમામ વર્ગના લોકો ચિંતિત છે. ટામેટાં 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ધાણા 200 રૂપિયા પ્રતિ કિલો અને લસણ 150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. બીજી બાજુ મરચાં પ્રતિ કિલો 100 થી 150 રૂપિયામાં વેચાઇ રહી છે. રીંગણા, ભીંડો અને ડુંગળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

fresh vegitable | Orange | Orange Trading Co, Kannur

શાકભાજીના ભાવ કેમ વધી રહ્યા છે ?

નીચલા અને મધ્યમ વર્ગના પરિવારો તેમની આવક અનુસાર રસોડાનું બજેટ નક્કી કરે છે. લોકડાઉન ખુલ્યા બાદ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ દર અઠવાડિયે વધી રહ્યા છે, જેના કારણે લોકોના ઘરનું બજેટ બગડતું જાય છે. માર્ચથી જુલાઇની શરૂઆતમાં શાકભાજીના ભાવ સામાન્ય હતા, પરંતુ શાકભાજીના ભાવ જુલાઈના બીજા અઠવાડિયાથી વધવા લાગ્યા છે, જે હજી ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.