Not Set/ શું કોરોના બનાવી રહ્યું છે સુરતને બદસુરત..?  1 હજાર બેડની કોવિડ-19 હોસ્પિટલ માટે તૈયારી શરૂ

શું કોરોના મામલે ખરેખર બઘુ નોરમલ છે કે…કોરોનાનો ફેલાવો અને વ્યાપ વધી રહ્યો છે અને લોકોમાં ચિંતા ઘર કરી રહી છે. ચિંતા ઘર કરવાનાં એક કરતા અનેક કારણો વિદિત છે. એક કરાણ તો કોરોનાનો વઘતો રોજરબરોજનો આંકડો અને મૃત્યુ દર છે, તો બીજા આવા જ સમાચાર સામે આવતા સુરતીઓના જીવ પડીકે પુરાયા હોવાનું સામે આવી […]

Gujarat Surat

શું કોરોના મામલે ખરેખર બઘુ નોરમલ છે કે…કોરોનાનો ફેલાવો અને વ્યાપ વધી રહ્યો છે અને લોકોમાં ચિંતા ઘર કરી રહી છે. ચિંતા ઘર કરવાનાં એક કરતા અનેક કારણો વિદિત છે. એક કરાણ તો કોરોનાનો વઘતો રોજરબરોજનો આંકડો અને મૃત્યુ દર છે, તો બીજા આવા જ સમાચાર સામે આવતા સુરતીઓના જીવ પડીકે પુરાયા હોવાનું સામે આવી રહ્યું છે. જી હા,  સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે અને ત્યારે જ અને માટે જ સુરતમાં 1 હજાર બેડની હોસ્પિટલ માટે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતનાં  ટ્રેડ સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવાશે તેવી વિગતો સામે આવી રહી છે. 

જી હા, સુરતનાં સરસાણા વિસ્તારમાં આવેલ ટ્રેડ સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવાશે. સુરત કલેકટર અને મનપા કમિશનરની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ મામલો આ રીતે આગળ ઘપાવવામાં આવે અને ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને પત્ર પણ પાઠવ્યો છે. એક વર્ષ માટે ટ્રેડ સેન્ટરનો કબજો મનપા મેળવશે અને હાલ ત્યાં હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

કોરોનાનાં કહેર વચ્ચે એક રીતે કોરોના પેસન્ટો માટે સારા સમાચાર છે, પરંતુ બીજી રીતે જોવામાં આવે તો રહી રહીને જ્યારે લોકડાઉન હળવુ કરી અનલોક – 1.0 લાગુ કરી દેવામાં આવ્યું છે અને લોકો પોતાની રીતે હરતા ફરતા થયા છે ત્યારે કેમ અચાનક સુરતમાં અલાયદી કોવિડ-19 હોસ્પિટલ, આ પ્રશ્ન લોકોમા ચિંતાનું કારણ બની રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews