Not Set/ શું તમે જાણો છો, ગુજરાતદ્વેષથી ગ્રસ્ત કોણ છે આ રામચંદ્ર ગુહા, કેમ બોલી રહ્યા છે ગુજરાત વિશે ઘસાતું…

ગુજરાતનું અપમાન કરનાર ઘોર ડાબેરી ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનાં વિકૃત ચહેરાને અને તેમની મેલી મથરાવટીને ઓળખી લો, જાણી લો કેમ ગુહા ગુજરાત વિશે અનાપસનાપ બોલી રહ્યા છે. આ તે જ છે જે દિલ્હીનાં રસ્તાઓને ઔરંગઝેબ જેવા વિદેશી આક્રમણખોરોને બદલે રાણા પ્રતાપ અને શિવાજીનું નામ આપવા સામે પણ તેમનો વિરોધ છે! આ એજ ગુહા છે જે, વિરાટ કોહલીને માત્ર એટલા […]

Uncategorized
d774621c4beda8ed13e80ed1d3960498 1 શું તમે જાણો છો, ગુજરાતદ્વેષથી ગ્રસ્ત કોણ છે આ રામચંદ્ર ગુહા, કેમ બોલી રહ્યા છે ગુજરાત વિશે ઘસાતું...

ગુજરાતનું અપમાન કરનાર ઘોર ડાબેરી ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનાં વિકૃત ચહેરાને અને તેમની મેલી મથરાવટીને ઓળખી લો, જાણી લો કેમ ગુહા ગુજરાત વિશે અનાપસનાપ બોલી રહ્યા છે. આ તે જ છે જે દિલ્હીનાં રસ્તાઓને ઔરંગઝેબ જેવા વિદેશી આક્રમણખોરોને બદલે રાણા પ્રતાપ અને શિવાજીનું નામ આપવા સામે પણ તેમનો વિરોધ છે! આ એજ ગુહા છે જે, વિરાટ કોહલીને માત્ર એટલા માટે હડફેટે લઈ લીધો કે, એ નરેન્દ્ર મોદીને બે-ત્રણ વખત મળ્યો હતો અને તેણે મોદીની ટીકા કરી નહોતી! અને ગુહાનાં ગુજરાતદ્વેષનું કારણ પણ કઇક અનોખુ છે. અમદાવાદની એક શૈક્ષણિક સંસ્થામાં ડિરેકટર તરીકે તેમની નિમણૂક થઈ પણ, ભાજપની વિદ્યાર્થી પાંખે એમને ઉઘાડાં કર્યા અને નોકરી ગઈ.  બસ, ત્યારથી તેઓ ગુજરાતદ્વેષથી ગ્રસ્ત છે!

કહેવાતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ “ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે” એવું સોશિયલ મીડિયામાં કહેતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તુરંત જ તેને એવો સણસણતો જવાબ આપ્યો કે થોડીવારમાં રામચંદ્ર ગુહાને ખુલાસો આપી થૂંકેલું ચાટવા મજબૂર બનવું પડ્યું. જોકે તેના માટે આ કઈ નવું નથી. રામચંદ્ર ગુહા ઈતિહાસકાર ઓછા અને વિવાદકાર વધુ છે. થોડા વર્ષ પહેલા કહેવાતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ વિભાગમાં વિન્ટર સ્કૂલના ડિરેક્ટર તરીકે જોડાયા હતા જોકે તેમણે લખેલ પુસ્તકો તેમજ લેખો ભારતીય હિંદુ સંસ્કૃતિનું ખંડન કરતા તેમજ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયેલ હોય પ્રચંડ વિરોધ થતા એમણે એ નોકરી છોડી ભાગી જવું પડ્યું હતું. બસ એ દિવસથી રામચંદ્ર ગુહાને ગુજરાત – ગુજરાતીઓ પ્રત્યે નફરત થઈ ગઈ અને વારેતહેવારે તે ગુજરાત – ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે.

c81e64c4bd574eb60f08b91f7b79955a 1 શું તમે જાણો છો, ગુજરાતદ્વેષથી ગ્રસ્ત કોણ છે આ રામચંદ્ર ગુહા, કેમ બોલી રહ્યા છે ગુજરાત વિશે ઘસાતું...

કર્ણાટક રાજ્યના સાહિત્ય સભામાં તેણે દલીલ કરી હતી કે “કેન્દ્રની ભાજપ સરકાર ભૂતકાળની કોઈપણ સરકાર કરતાં લેખકો, વિદ્વાનો અને ફિલ્મ નિર્માતાઓ માટે વધુ પ્રતિકૂળ છે.” અહીં મુખ્ય શબ્દ છે “ભૂતકાળની સરકાર”. ચાલો આપણે ભૂતકાળની સરકારો જોઈએ. ૧૯૪૭થી કોંગ્રેસના સાત વડાપ્રધાનો રહ્યા છે અને તેમણે ચાર દાયકા સુધી કેન્દ્ર સરકારનું શાસન કર્યું હતું. બધા જાણે છે કે રામચંદ્ર ગુહા પૂર્વ વડાપ્રઘાના નિકટત્મ હતા. અને તેમની ચાહનામાં તે એટલા અંધ બની ગયા છે કે તેઓ પૂર્વગ્રહથી પીડાઈ વર્તમાન વડાપ્રધાનને નફરત કરવામાં અને ભારતને નુકસાન પહોંચાડવામાં કશું બાકી રાખતા નથી. ઉલ્લેખનીય છે કે, વર્તમાન વડાપ્રધાન મારા – તમારા – ફલાફલાના નહીં, પરંતુ પૂરા દેશના વડાપ્રધાન છે અને તે ગુજરાતી છે તે જોગાનુ જોગ છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહા કટોકટી કાળ ભૂલી ગયા છે અને હાલની ભાજપ સરકાર અગાઉની સરકારો કરતા ઘણી જોખમી છે એવું જણાવી રહ્યા છે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ફિલ્મ, પુસ્તકો, લેખોનાં દ્રશ્યો-અંશો સેન્સર થયાનાં દાખલા છે જ. અરે, હમણાં જ ગુહાએ વિરાટ કોહલીને હડફેટે લીધો હતો. કારણ કે વિરાટ કોહલી નરેન્દ્ર મોદીને ઘણી વખત મળ્યો હતો અને કોહલીએ નોટબંધીની અને મોદીની અન્ય નીતિઓની ટીકા કરી ન હતી જે ગુહાના મતે ખતરનાક છે. રામચંદ્ર ગુહા ગુજરાતી મૂળનાં અને ભાજપ પાર્ટીમાંથી આવતા પ્રધાનમંત્રીને નાપસંદ કરે છે તેથી કોહલીએ પણ પ્રધાનમંત્રીની ટીકા કરવી જ જોઇએ તેવું તે માને છે અને એ ન કરે તો તે પોતાના લખાણ દ્વારા કોહલીની ટીકા કરવાનું શરૂ કરે છે. 

ગુહાનાં પ્રિય એવા પૂર્વે વડાપ્રધાને વાણીની સ્વતંત્રતામાં “વાજબી પ્રતિબંધ” ઉમેરી ને બંધારણમાં સુધારો કર્યો હતો. રમેશ થાપરના જર્નલ (ક્રોસોડ્સ) પર પ્રતિબંધ મૂકવા આ સુધારો લાવ્યો કારણ કે, તેમણે તે પૂર્વ વડાપ્રધાનની વીયન નીતિઓની ટીકા કરી હતી. આ સિવાય ૧૯૫૧માં કવિ મજરૂહ સુલતાનપુરીએ એક વર્ષ મુંબઈની આર્થર રોડ જેલ પસાર કરી હતી, કારણ કે તેમણે પૂર્વ વડાપ્રધાનને કોમનવેલ્થનો ગુલામ અને મજૂર રેલીમાં એક હિટલર કહ્યા હતા. કોંગ્રેસે માઇકલ એડવર્ડ્સના પુસ્તક અ પોલિટિકલ બાયોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો કેમ કે તે પૂર્વ વડાપ્રધાનની ટીકાકાર હતો. પૂર્વના શાસન હેઠળ ઘણા બધા ગીતો અને દ્રશ્યો સેન્સર કરવામાં આવ્યાં હતાં. અગાઉ તેઓ જાણીતા સત્યો મરોડીને સતત વિવાદમાં રહી ચૂક્યા છે. તેઓએ ગૌમાંસની ખાવાની તરફેણમાં ટ્વિટ કરી ત્યારે વિવાદ થતા એ ડીલીટ કરવી પડી હતી. ઉટપટાંગ થિયરીઓ અને વિકૃત દલીલો એ એમની મૂડી છે. સીએએ વિરોધ વખતે શાહીનબાગ જેવી છાવણીઓની મુલાકાત લઈને તેઓ દેશમાં ભડકો કેમ થાય તેને સતત પ્રોત્સાહન આપતા હતા. આમ, એમનો કાળો ઈતિહાસ જોતા તેઓ કોઈ ઈતિહાસકાર કરતા પણ કંઇક તો વધુ લાગે છે. 

13060d2af0f2d63249be27947197d6ea 1 શું તમે જાણો છો, ગુજરાતદ્વેષથી ગ્રસ્ત કોણ છે આ રામચંદ્ર ગુહા, કેમ બોલી રહ્યા છે ગુજરાત વિશે ઘસાતું...

અન્ય એક વાત.. છત્રપતી શિવાજી, મહારાણા પ્રતાપ અને રણજીતસિંહ જેવા મહાપુરુષોનાં નામે રસ્તાઓનાં નામ ન રાખવા તેમજ દિલ્હીના રસ્તાઓનાં નામ બદલવા અંગે રામચંદ્ર ગુહા કહે છે કે, “આ રીતે ભારતીયો મુસ્લિમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યાં મુસ્લિમની સંખ્યા ઓછી છે ત્યાં તેને દબાવવા-ડરાવવા આવું કરવામાં આવી રહ્યું છે. બીજું શિવાજી અને રાણા પ્રતાપને દિલ્હીમાં કોણ ઓળખે છે? તેઓ પ્રાદેશિક લડવૈયા હતા. શિવાજી અને મહારાણા પ્રતાપ તો કોંકણ કાંઠા અને દૂન ખીણના રહેવાસીઓ હતા અને આ પ્રદેશોનાં લોકો પણ તેમનાથી અજાણ્યા છે. શિવાજી, રણજીત સિંઘ વગેરે જેવા લોકોનાં નામે નવી દિલ્હીની શેરીઓનાં નામ ન રાખવા જોઈએ કારણ કે તે સામન્તીવાદના યુગમાં બધા જ સ્વામી હતા, મોગલોની જેમ. તેમણે માત્ર હિન્દુ અને શીખ જાતિના વંશને જાળવી રાખ્યા.” આમ, રામચંદ્ર ગુહાનું કહેવું છે કે, દિલ્હીનાં રસ્તાઓનાં નામ ભલે દેશને લુંટનાર, મંદિરો તોડનારનાં નામે રહે પણ છત્રપતી શિવાજી, મહારાણા પ્રતાપ કે રણજીતસિંહ જેવા મહાપુરુષોનાં નામે રસ્તાઓનાં નામ ન રાખવા જોઈએ. ગુહા ખરેખર કોઈ ઇતિહાસકાર છે?? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews