Not Set/ શૂટિંગ માટે લીલી ઝંડી મળ્યા બાદ જોન અબ્રાહમની ફિલ્મ ‘મુંબઈ સાગા’ના શૂટની તૈયારીઓ થઇ શરુ

મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ, ટીવી શોના શૂટિંગ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ પછી ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ તેની આગામી ફિલ્મ‘ મુંબઈ સાગા‘ના બાકીના પાર્ટનું શૂટિંગની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું, “અમારી પોસ્ટ પ્રોડક્શન પુરાજોશમાં ચાલી રહ્યું છે અને મારી ટીમ બાકીના ભાગના શૂટિંગ માટે પહેલેથી જ તૈયાર છે. મારી કંપની બાકીના કામ […]

Uncategorized
e8e8081c7e4b3ea877783ba68891881d શૂટિંગ માટે લીલી ઝંડી મળ્યા બાદ જોન અબ્રાહમની ફિલ્મ 'મુંબઈ સાગા'ના શૂટની તૈયારીઓ થઇ શરુ

મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ, ટીવી શોના શૂટિંગ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ પછી ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ તેની આગામી ફિલ્મ મુંબઈ સાગાના બાકીના પાર્ટનું શૂટિંગની તૈયારી શરૂ કરી દીધી છે.

તેમણે કહ્યું, “અમારી પોસ્ટ પ્રોડક્શન પુરાજોશમાં ચાલી રહ્યું છે અને મારી ટીમ બાકીના ભાગના શૂટિંગ માટે પહેલેથી જ તૈયાર છે. મારી કંપની બાકીના કામ માટે રામોજી ફિલ્મ સિટી જશે. અમે બે સેટ પર કામ કરવા જઈ રહ્યા છીએ. “આ દરમિયાન અમે ખાતરી કરીશું કે ગેટની બહાર કોઈ પ્રવેશ ન કરે.”

તેમણે કહ્યું, “આ શૂટ દરમિયાન અમારી ટીમની સલામતી સુનિશ્ચિત કરવા માટે અમે ઘણી ઓછી સંખ્યામાં લોકોને સાઇટ પર લઈ જઈશું. અમે વધુમાં વધુ  સાવચેતી રાખીશું.”

ગેંગસ્ટર ડ્રામા મુંબઈ સાગામાં અભિનેતા જોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી, ઇમરાન હાશ્મી, જેકી શ્રોફ અને ગુલશન ગ્રોવરની વિશેષ ભૂમિકાઓ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.