Not Set/ શોધો ગૂગલ પ્લે સ્ટોરની એપ્સમાંથી ભૂલો અને કમાવો રૂ.64,000

ગૂગલ પ્લે સ્ટોરમાં બગ બાઉન્ટી નામના પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામને એન્ડ્રોઈડ ફોનને પહેલાથી વધારે સિક્યોર અને સેફ કરવા માટે શરૂ કરાયો છે. વાસ્તવમાં હવે હેકર્સ તથા સિક્યોરિટી રિસચર્સને મૌકો આપવામાં આવી રહ્યો છે કે તેઓ ગૂગલ પ્લે સ્ટોરમાં ભૂલ શોધીને જણાવે. ગૂગલએ આ પ્રોગ્રામ પોતાના કેટલાક મુખ્ય એન્ડ્રોઈડ એપ્સને સુધારવા માટે કર્યુ છે. […]

Tech & Auto
news2203 શોધો ગૂગલ પ્લે સ્ટોરની એપ્સમાંથી ભૂલો અને કમાવો રૂ.64,000

ગૂગલ પ્લે સ્ટોરમાં બગ બાઉન્ટી નામના પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ પ્રોગ્રામને એન્ડ્રોઈડ ફોનને પહેલાથી વધારે સિક્યોર અને સેફ કરવા માટે શરૂ કરાયો છે. વાસ્તવમાં હવે હેકર્સ તથા સિક્યોરિટી રિસચર્સને મૌકો આપવામાં આવી રહ્યો છે કે તેઓ ગૂગલ પ્લે સ્ટોરમાં ભૂલ શોધીને જણાવે. ગૂગલએ આ પ્રોગ્રામ પોતાના કેટલાક મુખ્ય એન્ડ્રોઈડ એપ્સને સુધારવા માટે કર્યુ છે. ગૂગલે આ બગ બાઉન્ટી પ્રોગ્રામનું માટે ગૂગલ પ્લે સિક્યોરિટી રિવોર્ડ રાખ્યુ છે. જે હેઠળ હેકર્સ અને સિક્યોરિટી રિસર્ચર્સ એન્ડ્રોઇડ એપ્સના ડેવેલપર્સની સાથે બગ શોધસે અને તેને ઠીક કરવા પર કામ કરશે. આ માટે ગૂગલ 1,000 ડોલરનું ઈનામ આપશે.

ગૂગલે કહ્યુ કે, આ પ્રોગ્રામ પાછળનો મુખ્ય હેતુ સિક્યોરિટી વધારવાનો છે જે ડેવેલપર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ગૂગલે આ માટે બગ બાઉન્ટી પ્લેટફોર્મ ‘હેકરવન’ સાથે પાર્ટનરશિપ કરી છે જે તેને મેનેજ કરશે. ‘હેકરવન’ એક એવું પ્લેટફોર્મ છે જે બિઝનેસ અને સાઈબર સિક્યોરિટી રિસચર્સને જોડવાનું કામ કરે છે. અને તે આ પ્રકારનું સૌથી મોટું સાઈબર સિક્યોરિટી પ્લેટફોર્મ છે.