Not Set/ શ્રીનિવાસના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવ્યો, આજે થશે અંતિમ સંસ્કાર

હૈદરાબાદઃઅમેરિકાના કેન્સાસમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (32)નો મૃતદેહ સોમવારે રાતે ભારત લાવવામાં આવ્યો. ગત બુધવારે રાતે કેન્સાસના એક બારમાં અમેરિકન વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કુચીભોતલા પરિવાર મુજબ, શ્રીનિવાસના અંતિમ સંસ્કાર મંગળવારે જ કરવામાં આવશે.તેલંગાણા સરકારે શ્રીનિવાસના મૃતદેહને એરપોર્ટથી ઘરે પહોંચાડવાની તમામ […]

Uncategorized
shrinivas 2 1488251066 શ્રીનિવાસના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવ્યો, આજે થશે અંતિમ સંસ્કાર

હૈદરાબાદઃઅમેરિકાના કેન્સાસમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલા (32)નો મૃતદેહ સોમવારે રાતે ભારત લાવવામાં આવ્યો. ગત બુધવારે રાતે કેન્સાસના એક બારમાં અમેરિકન વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

કુચીભોતલા પરિવાર મુજબ, શ્રીનિવાસના અંતિમ સંસ્કાર મંગળવારે જ કરવામાં આવશે.તેલંગાણા સરકારે શ્રીનિવાસના મૃતદેહને એરપોર્ટથી ઘરે પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરી છે. મોડી રાતથી સંબંધીઓ અને તેના મિત્રો ઘરે એકત્ર થઈ ગયા હતા.

કેન્સાસમાં માર્યા ગયેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસના ભાઈ વી માધવે કહ્યું કે, જરૂરી તમામ સપોર્ટ મળ્યો. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપવા સરકારને વિંનતી કરીએ છીએ.