Not Set/ સંજય રાઉતે હાથરસ ગેંગરેપની ઘટના અંગે કંગના પર કર્યો કટાક્ષ, કહ્યું  – પીડિતા માટે પણ ઉઠાવવો જોઈએ અવાજ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે લોકોએ અભિનેત્રી કંગના રનૌતના બંગલાને ધ્વંસ કરવા અંગે તેમના પક્ષનો વિરોધ કર્યો હતો, તેમણે હાથરસના  બળાત્કાર બાદ હત્યા કરાયેલ બાળકી માટે અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે કથિત પોલીસ ગેરવર્તનની ટીકા કરી હતી, જે ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિત પરિવારને મળવા જઇ રહ્યા હતા. રાઉતે અહીં […]

Uncategorized
88ac87282614fc2eb920a013fa6b15c6 1 સંજય રાઉતે હાથરસ ગેંગરેપની ઘટના અંગે કંગના પર કર્યો કટાક્ષ, કહ્યું  - પીડિતા માટે પણ ઉઠાવવો જોઈએ અવાજ

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે લોકોએ અભિનેત્રી કંગના રનૌતના બંગલાને ધ્વંસ કરવા અંગે તેમના પક્ષનો વિરોધ કર્યો હતો, તેમણે હાથરસના  બળાત્કાર બાદ હત્યા કરાયેલ બાળકી માટે અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે કથિત પોલીસ ગેરવર્તનની ટીકા કરી હતી, જે ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિત પરિવારને મળવા જઇ રહ્યા હતા.

રાઉતે અહીં પત્રકારોને જણાવ્યું કે, “અભિનેત્રીના ગેરકાયદેસર નિર્માણના ધ્વંસ મામલે જે લોકોએ અમારી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તેઓએ હાથરસ પીડિતને ન્યાયની માંગ કરવી જોઈએ.”

રાઉત સાથે કંગનાની સાર્વજનિક રીતે દલીલ બાદ શિવસેના સંચાલિત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિનેત્રીના બંગલામાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેનાથી તેમની પાર્ટીની ટીકા થઈ હતી.

રાહુલ ગાંધી સાથે કથિત દુર્વ્યવહાર અંગે રાઉતે કહ્યું કે “ગરીબ છોકરી અને તેના પરિવાર દ્વારા ન્યાયની માંગ દુનિયા સમક્ષ ન આવે તે સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય હતું”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.