Not Set/ સંજય રાઉત સાથે શાબ્દિક જંગ વચ્ચે કંગના રનૌતને મળી ‘Y’ કેટેગરીની સુરક્ષા

શિવસેના નેતા સંજય રાઉત સાથે શાબ્દિક લડાઇમાં વચ્ચે સુશાંત સિંહ કેસમાં અવાજ ઉઠાવનારી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત Y કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે કંગનાની Y કેટેગરીની સુરક્ષા મંજુર કરી છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે […]

Uncategorized
d0aed1ca82d54c8cefd7d6c71e01a9fb સંજય રાઉત સાથે શાબ્દિક જંગ વચ્ચે કંગના રનૌતને મળી 'Y' કેટેગરીની સુરક્ષા

શિવસેના નેતા સંજય રાઉત સાથે શાબ્દિક લડાઇમાં વચ્ચે સુશાંત સિંહ કેસમાં અવાજ ઉઠાવનારી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત Y કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે કંગનાની Y કેટેગરીની સુરક્ષા મંજુર કરી છે. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહી છે અને તેમને ધમકીભર્યા સૂરમાં મુંબઈ આવવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : કંગના રનૌતનાં સમર્થનમાં આવ્યા NCW અધ્યક્ષ, કહ્યું- ધમકી આપનારા શિવસેનાનાં MLAની કરવામાં આવે ધરપકડ

Y કેટેગરીની સુરક્ષા મેળવવા અંગે કંગનાએ ટ્વીટ કર્યું, ‘આ વાતનો પુરાવો છે કે હવે કોઈ ફાશીવાદી કોઈ દેશભક્તિના અવાજને કચડી શકશે નહીં. હું ગૃહમંત્રી અમિત શાહની આભારી છું. તેમણે મને સંજોગોને લીધે થોડા દિવસ પછી મુંબઇ જવાની સલાહ આપી છે, પરંતુ તેમણે ભારતની એક પુત્રીના શબ્દો આપણા આત્મગૌરવ અને આત્મ-સન્માન, સન્માનની લાજ રાખી છે. જય હિન્દ ‘

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહના મોત બાદ કંગના બોલિવૂડ માફિયા અને ગેંગ સામે અવાજ ઉઠાવે છે. તે આ કેસમાં અવાજ ઉઠાવી રહી છે અને સુશાંતને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.