Not Set/ સપા-કોંગ્રેસ અને બસપા પ્રદેસનું ભલુ નહી કરી શકેઃ પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વારણાસી માં પોતાનો રોડ શો શરૂ કર્યા બાદ લાલ બહાદુર શાસ્ત્રીની મૂર્તિ પર માળા અર્પણ કરી હતી. ત્યાર બાદ તેઓ પગપાળા લાલ બહાદુર શાસ્ત્રીના પૂર્વજોના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારજનોએ શાલ આપી તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના […]

India
pm narendra modi roadshow સપા-કોંગ્રેસ અને બસપા પ્રદેસનું ભલુ નહી કરી શકેઃ પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વારણાસી માં પોતાનો રોડ શો શરૂ કર્યા બાદ લાલ બહાદુર શાસ્ત્રીની મૂર્તિ પર માળા અર્પણ કરી હતી. ત્યાર બાદ તેઓ પગપાળા લાલ બહાદુર શાસ્ત્રીના પૂર્વજોના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારજનોએ શાલ આપી તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીના ઘરમાં બનેલા સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી.

ઘરની અંદર બનેલા આ સંગ્રહાલયમાં શાસ્ત્રીજીની જીવન યાત્રા છબીઓના માધ્યમથી દર્શાવવામાં આવી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારજનોએ તેમની આ યાત્રા પીએમ મોદીને વિસ્તારપૂર્વક સમજાવી. ત્યાર બાદ વડાપ્રધાને અહીં શાસ્ત્રીજીના પરિવારજનો સાથે થોડો સમય પસાર કર્યો હતો. ત્યાર બાદ પીએમ મોદી રોહનિયા પહોંચ્યા, જ્યાં તેમણે જનસભા સંબોધી હતી.