Not Set/ સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ- લોકશાહીને ચુપ કરવાનો થઇ રહ્યો છે પ્રયત્ન

  રાજ્યસભામાં ખેડૂતોનાં બિલને લઈને હંગામો મચાવ્યા બાદ સભાપતિ દ્વારા 8 સાંસદનાં સસ્પેન્શનને લઇને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યુ છે. આ કડીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પણ સાંસદોનાં નિલંબનની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, “લોકતાંત્રિક ભારતનો અવાજ સતત દબાવવામાં આવી રહ્યો […]

Uncategorized
7ac57b0292294fe12b9c7ebe67a04700 3 સાંસદોને સસ્પેન્ડ કરવા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ- લોકશાહીને ચુપ કરવાનો થઇ રહ્યો છે પ્રયત્ન

 

રાજ્યસભામાં ખેડૂતોનાં બિલને લઈને હંગામો મચાવ્યા બાદ સભાપતિ દ્વારા 8 સાંસદનાં સસ્પેન્શનને લઇને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યુ છે. આ કડીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પણ સાંસદોનાં નિલંબનની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે, “લોકતાંત્રિક ભારતનો અવાજ સતત દબાવવામાં આવી રહ્યો છે, શરૂઆતમાં તેને ચુપ કરવામાં આવ્યુ, અને પછી કાળા કૃષિ કાયદાને લઇને ખેડૂતોની ચિંતાઓની તરફથી મોઢું ફેરવીને સંસદમાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સર્વજ્ઞ સરકારનાં ક્યારે ખતમ ન થતા ઘમંડનાં કારણે સમગ્ર દેશ માટે આર્થિક સંકટ આવી ગયો છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભામાં ભારે હોબાળો થયાના એક દિવસ બાદ રાજ્યસભાનાં સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ સોમવારે ગૃહમાંથી ઘણા સાંસદોને બરતરફ કર્યા હતા. આ એવા સાંસદો છે જેમના પર સંસદમાં હંગામો મચાવવાનો અને ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વી. મુરલીધરને આ પ્રસ્તાવ મૂક્યો હતો અને ગૃહમાં તૃણમૂલ કોંગ્રેસનાં ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, કોંગ્રેસનાં રાજીવ સાતવા, રિપૂન બોરા, નાસિર હુસૈન, આમ આદમી પાર્ટીનાં સંજય સિંહ અને કે.કે.રાગેશ અને માકપાનાં ઈ.કરીમને સસ્પેન્ડ કરી દીધા હતા. વળી વિપક્ષનાં ભારે વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સવારે 9 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.