Not Set/ ટેકનોલોજી/ Vivo Y5s 5000 mAh સાથે થયો લોન્ચ, જાણો શું છે ફીચર-કિંમત

Vivo Y5s ને થોડા સમય પહેલા ચાઇના ટેલિકોમ વેબસાઇટ પર સંપૂર્ણ સ્પેસિફિકેશનની સાથે સ્પોટ કરાયો હતો. વળી હવે કંપનીએ આ ફોનને તેની પોતાની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરી દીધો છે. આ લિસ્ટિંગમાં ફોનની કિંમત અને તમામ સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. Vivo Y5s ની કિંમત કંપનીએ Vivo Y5s ને તેના સ્થાનિક બજારમાં 1,498 યુઆન (લગભગ […]

Uncategorized
Vivo Y5s ટેકનોલોજી/ Vivo Y5s 5000 mAh સાથે થયો લોન્ચ, જાણો શું છે ફીચર-કિંમત

Vivo Y5s ને થોડા સમય પહેલા ચાઇના ટેલિકોમ વેબસાઇટ પર સંપૂર્ણ સ્પેસિફિકેશનની સાથે સ્પોટ કરાયો હતો. વળી હવે કંપનીએ આ ફોનને તેની પોતાની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરી દીધો છે. આ લિસ્ટિંગમાં ફોનની કિંમત અને તમામ સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે.

Vivo Y5s ની કિંમત

કંપનીએ Vivo Y5s ને તેના સ્થાનિક બજારમાં 1,498 યુઆન (લગભગ 14,000 રૂપિયા) માં રજૂ કર્યો છે. આ ફોન ગ્રેડિએન્ટ કલર બ્લૂ અને ગ્રીન રંગમાં રજૂ કરવામાં આવ્યો છે. વળી ફોન બ્લેક કલર વિકલ્પમાં પણ આવશે. Vivo Y5s એ કંપની દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા Vivo Y19 સ્માર્ટફોનનું રિબ્રાંડેડ વર્ઝન છે.

Vivo Y5s  ફીચર અને સ્પેસિફિકેશન

Vivo Y5s નાં ફીચર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો, આ સ્માર્ટફોન 6.53 ઇંચની ફુલ એચડી + હોલો ડિસ્પ્લે પર રજૂ કરવામાં આવ્યો છે જેમાં 1080 x 2340 પિક્સેલ્સ રિઝોલ્યુશન છે જે 3 ડી કર્વ્ડ ગ્લાસથી પ્રટેક્ટેડ છે. Vivo Y19 ને એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત ફનટચ 9.2 ઓએસ પર લોન્ચ કરવામાં આવ્યો છે જે ઓક્ટા-કોર પ્રોસેસર સાથે મીડિયાટેક હેલીઓ પી 65 ચિપસેટ પર ચાલે છે.

વળી ફોનમાં ડ્યુઅલ સિમ ફોન છે જે 4જી VoLTE ને સપોર્ટ કરે છે. ફોનમાં બેઝિક કનેક્ટિવિટી ફીચર્સની સાથે, જ્યાં પાછળની પેનલ પર રીઅર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, Vivo Y5s ફેસ અનલોક સુવિધાને પણ સપોર્ટ કરે છે. વળી પાવર બેકઅપ માટે Vivo Y5s માં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

ફોટોગ્રાફી વિશે વાત કરીએ, તો તેમા ટ્રિપલ રીઅર કેમેરો સપોર્ટ કરે છે. ફોનની બેક પેનલ પર એલઇડી ફ્લેશ સાથે એફ /1.78 અપર્ચર સાથે 16 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ ફોન એફ / 2.2 અપર્ચર સાથે 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ લેન્સ અને એફ / 2.2 અપર્ચર સાથે 2 મેગાપિક્સલનો સુપર ક્લોઝઅપ લેન્સને સપોર્ટ કરે છે. તેવી જ રીતે, Vivo Y19 માં સેલ્ફી માટે એફ / 2.0 અપર્ચર સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.