Not Set/ સાઉથ એક્ટ્રેસ વિજયલક્ષ્મીએ ફેસબુક પર વિડીયો પોસ્ટ કરી કહ્યું – થોડીવારમાં થઇ જશે મારું મોત

ફિલ્મ જગતમાં કામ કરતા સેલિબ્રિટીઝ સતત માનસિક તાણવનો ભોગ બની રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના આપઘાતનો મામલો હજી ઠંડો નથી કે દક્ષિણ ભારતીય અભિનેત્રી વિજયલક્ષ્મીએ માનસિક તાણવના કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, તેઓનો બચાવ કરવામાં આવ્યો છે. આપઘાત પૂર્વે વિજયલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અપલોડ કર્યા હતા. આમાં તેણે આરોપ લગાવ્યો હતો કે […]

Uncategorized
a22e30afee12fd559e31099cbcc13909 સાઉથ એક્ટ્રેસ વિજયલક્ષ્મીએ ફેસબુક પર વિડીયો પોસ્ટ કરી કહ્યું - થોડીવારમાં થઇ જશે મારું મોત

ફિલ્મ જગતમાં કામ કરતા સેલિબ્રિટીઝ સતત માનસિક તાણવનો ભોગ બની રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના આપઘાતનો મામલો હજી ઠંડો નથી કે દક્ષિણ ભારતીય અભિનેત્રી વિજયલક્ષ્મીએ માનસિક તાણવના કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, તેઓનો બચાવ કરવામાં આવ્યો છે. આપઘાત પૂર્વે વિજયલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અપલોડ કર્યા હતા.

આમાં તેણે આરોપ લગાવ્યો હતો કે સોશિયલ મીડિયાના પર સતત તેને ટ્રોલ કરવામાં અવી રહી છે, જેના કારણે તે ભારે તણાવમાં છે. રવિવારે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો અને દાવો કર્યો કે તેણે બ્લડપ્રેશરની કેટલીક દવાઓ ખાધી છે, જેથી તેનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય અને તેનું મોત થઇ જશે.

ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું – થોડીવારમાં મારું મોત થઇ જશે 

વિજયલક્ષ્મીએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો. તેણે કહ્યું, આ મારો છેલ્લો વીડિયો છે. છેલ્લા ચાર મહિનાથી સીમાન અને તેની પાર્ટીના લોકોના કારણે હું ઘણાં તાણવમાં છું. મેં મારા પરિવાર માટે જીવંત રહેવાની કોશિશ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આવું બનતું નથી. હરિ નાદરે મીડિયામાં મારું ઘણું અપમાન કર્યું છે. મેં બ્લડ પ્રેશરની ગોળીઓ ખાધી છે. થોડીવારમાં મારું બ્લડ પ્રેશર સંપૂર્ણ રીતે ઘટશે અને મારું મોત થઇ જશે.  

હોસ્પિટલમાં દાખલ

વિજયલક્ષ્મીએ વીડિયોમાં કહ્યું કે તેમનું મૃત્યુ લોકો માટે એક ઉદાહરણ હોવું જોઈએ અને તેના પ્રશંસકોને અપીલ કરી હતી કે સીમાન અને હરિ નાદર જેવા લોકોને બચાવ નહીં અને તેમના માનસિક શોષણ માટે કડક સજા મળે. વિજયલક્ષ્મીની હાલત બગડ્યા બાદ તેને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સીમાન તામિલ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા છે, જ્યારે હરિ નાદર પણ રાજકીય પક્ષના છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.