Not Set/ સાજિદ-વાજિદની મમ્મીને પણ છે કોરોના પોઝિટીવ, સોનુ નિગમે યુટ્યુબ લાઇવમાં આપી માહિતી

બોલીવુડની પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડી સાજિદ-વાજિદ કાયમ માટે તૂટી ગઈ છે. સાજિદના ભાઈ વાજિદ ખાનનું નિધન થઇ ગયું છે. કિડનીની સમસ્યાથી પીડિત વાજિદ ખાન કોરોના પોઝિટિવ પણ હતો. હવે સોનુ નિગમે યુટ્યુબ લાઇવ દરમિયાન માહિતી આપી હતી કે સાજીદ – વાજિદની માતા રઝિયા ખાન પણ કોરોના પોઝિટિવ છે. સોનુ નિગમે લાઇવ દરમિયાન માહિતી આપી હતી […]

Uncategorized
0e7ef749e1327c760c9e1ddcb914b690 સાજિદ-વાજિદની મમ્મીને પણ છે કોરોના પોઝિટીવ, સોનુ નિગમે યુટ્યુબ લાઇવમાં આપી માહિતી

બોલીવુડની પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર જોડી સાજિદ-વાજિદ કાયમ માટે તૂટી ગઈ છે. સાજિદના ભાઈ વાજિદ ખાનનું નિધન થઇ ગયું છે. કિડનીની સમસ્યાથી પીડિત વાજિદ ખાન કોરોના પોઝિટિવ પણ હતો. હવે સોનુ નિગમે યુટ્યુબ લાઇવ દરમિયાન માહિતી આપી હતી કે સાજીદ – વાજિદની માતા રઝિયા ખાન પણ કોરોના પોઝિટિવ છે.

સોનુ નિગમે લાઇવ દરમિયાન માહિતી આપી હતી કે વાજિદ ખાન સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ થયો હતો, તેની માતા પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. તેઓ મુંબઇના ચેમ્બુરની સુરાણા સેઠિયા હોસ્પિટલમાં દાખલ છે. આ હોસ્પિટલમાં વાજિદ ખાનને પણ દાખલ કરવામાં આવ્યો હતો. સોનુ નિગમે જણાવ્યું હતું કે વાજિદ અલગ વોર્ડમાં અને માતા અલગ વોર્ડમાં હતા. બંને એકબીજાને મળી પણ શક્યા નહતા. સાજિદ પણ તેના ભાઈ વાજિદને મળી શક્યો ન હતો.

ભાભીએ ડોનેટ કરી હતી વાજિદને કિડની   

સોનુ નિગમે જણાવ્યું હતું કે વાજિદ ખાનની ડાયાબિટીસને કારણે બંને કિડની ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ વાજિદની ભાભીએ તેને કિડની ડોનેટ કરી હતી.

વાજિદ ખાનના અચાનક નિધનથી બોલીવુડમાં ભારે આંચકો લાગ્યો છે. બધાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, સલમાન ખાન, કરણ જોહર વગેરે સ્ટાર્સે વાજિદના વિદાય પર શોક વ્યક્ત કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.