Not Set/ સાબરકાંઠા જીલ્લામાં કોરોના ભૂકંપ, 14 કેસ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક પહોંચ્યો 84 પર…

સાબરકાંઠા જીલ્લામાં આજે ફરી 14 કેસ પોઝિટિવ કેસ નોધાયા હોવાથી ભૂકંપ આવ્યાની અનુભૂતી લોકો કરી રહ્યા છે. 14 કેસમાં પ્રાંતિજના સીતવાડામાં પાંચ, અમલાની મુવાડીમાં એક, મૌછામાં એક, નવાપુરામાં એક,વડાલીના કંજેલીમાં એક, ઇડર બોલુન્દ્રામાં એક, અને તલોદમાં બે પોઝિટિવ કેસો નોંધવામાં આવ્યા છે.  ખેડબ્રહ્માના આગિયામાં ક્વોરોન્ટાઈ કરાયેલ પૈકી બે પુરુષને કોરોના પોઝીટીવ આવ્યા હોવા સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુવૈતથી આવેલા […]

Gujarat Others
c5517badf222c0ac40094ad99e546d1c 1 સાબરકાંઠા જીલ્લામાં કોરોના ભૂકંપ, 14 કેસ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક પહોંચ્યો 84 પર...

સાબરકાંઠા જીલ્લામાં આજે ફરી 14 કેસ પોઝિટિવ કેસ નોધાયા હોવાથી ભૂકંપ આવ્યાની અનુભૂતી લોકો કરી રહ્યા છે. 14 કેસમાં પ્રાંતિજના સીતવાડામાં પાંચ, અમલાની મુવાડીમાં એક, મૌછામાં એક, નવાપુરામાં એક,વડાલીના કંજેલીમાં એક, ઇડર બોલુન્દ્રામાં એક, અને તલોદમાં બે પોઝિટિવ કેસો નોંધવામાં આવ્યા છે. 

ખેડબ્રહ્માના આગિયામાં ક્વોરોન્ટાઈ કરાયેલ પૈકી બે પુરુષને કોરોના પોઝીટીવ આવ્યા હોવા સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુવૈતથી આવેલા રાજસ્થાનના વિદેશીઓને આગિયામાં કોરોન્ટાઈના કરાયા હતા. પ્રાંતિજના તાલુકામાં અત્યાર સુધીમાં ૨૪ કેસો પોઝીટીવ નોધાયા છે. ત્યારે આજે સામે આવેલા પાંચ કેસની સાથે પ્રાંતિજના સીતવાડામાં છ કેસો નોધાયા છે. સીતવાડામાં બે બાળકી, એક બાળક સહીત છ કેસો પોઝીટીવ નોધાયા છે.  

અમલાની મુવાડી,મૌછા અને નવાપુરામાં એક-એક કેસ નોધાયો છે. અમલાની મુવાડીમાં પુનાથી આવેલ ૨૦ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. મૌછા માં ૨૮ વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો નવાપુરામાં ૨૫ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. વડાલીના કંજેલીમાં ૬૨ વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઈડરના બોલુન્દ્રા ૫૦ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.

તલોદમાં બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. ૩૩ વર્ષીય મહિલા અને ૬૦ વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ તમામ લોકો જે  મહારાષ્ટ્રના ઔરંગાબાદ,મુંબઈ અને પુનાથી આવેલા હતા, તેમને હોમ ક્વોરોન્ટાઈન કરી સેમ્પલ લેવાયા હતા. આ સાથે જ જીલ્લામાં અત્યાર સુધીમાં 84 કેસો નોધાયા હોવાનુ સામે આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….